બ્રેકીંગ ન્યુઝ

Accident: હિંમતનગર, હાંસોટ અને ભરૂચમાં જુદાજુદા ત્રણ અકસ્માતમાં નવ વ્યક્તિનાં મોત નિપજ્યાં


રાજ્યમાં આજે અકસ્માતના જુદા જુદા ત્રણ બનાવમાં નવના મોત નિપજ્યા હતા. મોડાસાના ગડાદર પાસે ઓવરબ્રિજ પરથી કાર નીચે પટકાતા કપડવંજના દંતાલી ગામના પાંચ વ્યક્તિના મોત નિપજ્યા હતા. જ્યારે ભરૂચ જિલ્લામાં હાંસોટ નજીક વૃક્ષ સાથે કાર અથડાતા ત્રણ યુવાનના મોત નિપજ્યા હતા.

સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે કપડવંજના દંતાલી ગામના પાંચ વ્યક્તિઓ કાર લઈને શુક્રવારે સવારે યાત્રાધામ શામળાજી ખાતે દર્શન કરવા આવ્યા હતા. દર્શન કરી હિંમતનગર હાઇવે પરથી પરત ફરી રહ્યા હતા. ત્યારે ગડાદર ગામની સીમમાં નેશનલ હાઇવે પરના ઓવરબ્રિજ પરથી કાર નીચે પટકાઈ ગઈ હતી. અચાનક સામે વાહન આવી જતાં કાર ચાલકે કાબુ ગુમાવી દીધો હતો, જેના પગલે ઓવરબ્રિજના પિલ્લર સાથે અથડાયા બાદ કાર 35 ફૂટ નીચે ખાબકી હતી. કારમાં બેઠેલા પાંચ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઈ હતી. આ અકસ્માતમાં બાળક સહિત ચાર વ્યક્તિઓના બનાવ સ્થળે જ મોત થયા હતા. જ્યારે સરવાર માટે લઈ જવાતી વખતે એક વ્યક્તિનું મોત થયું હતું.

અકસ્માતના બીજા બનાવમાં અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ફરી એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાંસોટ તાલુકાના શેરા ગામ નજીકથી પુરઝડપે પસાર થઈ રહેલી કાર ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાતા કારમાં સવાર બે યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક યુવાનને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજ્યું હતું. એક યુવાનની સગાઈ હોવાથી મિત્રો સાથે સુરત ગયા હતા ત્યાંથી પરત આવી રહ્યા હતા ત્યારે કારચાલકને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયાનું પોલીસનું અનુમાન છે. ત્રીજા બનાવમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ પર ભરૂચ તાલુકાના આમોદ નજીક ટ્રકની પાછળ કાર અથડાતા મહિલાનું મોત થયું હતું અને ચારને ઈજા થઈ હતી.



Source link

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Related Articles

Back to top button
error: Content is protected !!