બ્રેકીંગ ન્યુઝ

Modasa: ઈલેક્ટ્રોનિક્સ વેસ્ટ ભરેલ ટ્રકમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી


મોડાસા શહેરના બાયપાસ રોડ ઉપર રવિવારે બપોરે ઈલેકટ્રોનિક્સ વેસ્ટ ભરેલ ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવને પગલે મોડાસા પાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો.

ઉનાળાની આકરી ગરમીમાં અરવલ્લી જિલ્લામાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહયો છે. મોડાસા-ધનસુરા હાઈવે પર ટૂંકા સમયમાં જ બે ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. રવિવારે બપોરે પણ મોડાસાના બાયપાસ રોડ ઉપર ઈલેકટ્રોનિક્સ વેસ્ટ ભરેલ ટ્રકમાં આગ ભભુકી ઉઠી હતી. ચાલુ ટ્રકે આગ લાગતાં ચાલક નીચે ઉતરી ગયો હતો અને જોતજોતામાં આગ બેકાબુ બની ગઈ હતી. બનાવને પગલે તાબડતોબ મોડાસા નગરપાલિકાનું ફાયર ફાઈટર બોલાવી લેવાતાં પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગના બનાવને પગલે આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી પહોંચ્યા હતા. જ્યારે દુર-દુર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!