બ્રેકીંગ ન્યુઝ

Shamlajiમાં દારૂની હેરાફેરી માટે નવો કીમિયો આવ્યો સામે, જુઓ Video


અરવલ્લીના શામળાજીમાં દારૂની હેરાફેરી માટે નવો કીમિયો સામે આવ્યો છે,જેમા ટ્રકમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી નિષ્ફળ સાબિત થઈ છે,શામળાજી બોર્ડર પરથી 16.69 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે,જેમાં અણસોલ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી છે,મહત્વનું છે કે,પોલીસે વાહન ચેકિંગ દરમિયાન દારૂ ઝડપ્યો છે.અણસોલ ચેકપોસ્ટ પર ટ્રકમાંથી 16.69 લાખની કિંમતનો 11664 નંગ બોટલ દારૂ ઝડપાયો છે.

બે દિવસ પહેલા ટીંટોઈ પાસેથી મળ્યો દેશી દારૂ

મોડાસા-શામળાજી હાઇવે ઉપર આવેલ ઉમેદપુર સ્ટેન્ડ પાસેથી ટીંટોઇ પોલીસે માહિતીના આધારે જીવણપુરની બે મહિલાઓને 34 લિટર દેશી દારૂ સાથે ઝડપી પોલીસે બે એક્ટિવા અને દેશી દારૂ સહિત કુલ રૂ.74,800 નો મુદ્દામાલ કબજે લઈ મહિલાઓ સામે ગુનો નોંધ્યો હતો. ટીંટોઇ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન જીવણપુર ત્રણ રસ્તા પાસે જતાં પોલીસને માહિતી મળી હતી.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!