બ્રેકીંગ ન્યુઝ

Modasa: રૂપિયાના બંડલ બતાવી દાગીના લૂંટતી ગેંગના 2ઝબ્બે


ભિલોડામાં થોડા દિવસ અગાઉ એક મહિલા સાથે ઠગાઈ કરી ઠગ ટોળકી સોનાના દાગીનાની તફડંચી કરી હતી. આ બનાવ બાદ અરવલ્લી એલસીબીએ તપાસ હાથ ધરી હતી અને તસ્કર ગેંગની એક મહિલા અને પુરુષને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય બે અરોપીઓને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અઠવડિયા અગાઉ ભિલોડામાં એક મહિલા સાથે છેતરપીંડી થઈ હતી. જેમાં બજારમાં ગયેલ મહિલા પાસે બે પુરુષ તથા એક મહિલા આવી હતી અને કાળા કપડાના બોક્ષમાં રૂપિયાનું બંડલ બતાવ્યુ હતું. બાદમાં મહિલાને ભોળવી બે તોલાનો સોનાનો દોરો અને સોનાનાં ચાર ચોકઠા મળી 1.65 લાખ રૂપિયાની કિંમતના દાગીનાની તફડંચી કરી ઠગ ટોળકી ભાગી ગઈ હતી. જો કે મહિલાને આપેલ બંડલમાં કાગળના ટુકડા હોય છેતરપીંડી થયાનું સામે આવતાં આ મામલે પોલીસ ફરિયાદ થઈ હતી. આ અંગે અરવલ્લી એલસીબીએ તપાસ હાથ ધરી ભિલોડાના ધોલવાણી ચાર રસ્તા પાસેથી ઠગ ટોળકીના મનોજ વિષ્ણુભાઈ બાવરી (રહે.ઈડર) અને મીના બાબુભાઈ સલાટ (રહે.બાયડ)ની ધરપકડ કરી હતી. આ બંનેની પુછરપછમાં થોડા સમય અગાઉ તલોદ તાલુકામાં પણ આ જ રીતે ઠગાઈ આચરી હોવાની આરોપીઓએ કબુલાત કરી હતી. દરમ્યાન ઝડપી લેવાયેલ બંને આરોપીઓ પાસેથી 3 .33 લાખ રૂપિયાની કિંમતના સોનાના સાત દાગીના મળી આવ્યા હતા. જયારે લોકો સાથે ઠગાઈ કરનાર અન્ય બે આરોપીઓ અમદાવાદના શ્યામ સલાટ અને હિતેશ શ્યામ સલાટના પણ નામ સામે આવ્યા હતા. પોલીસે આ બંને આરોપીને દબોચી લેવા પણ કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગ કાળા કપડામાં રૂપિયાના બંડલ લઈ આવી બતાવી બાદમાં વાતોમાં ભોળવી દાંગીના લઈ રફૂચક્કર થઈ જતી હતી. ત્યારે આ ગેંગના અન્ય આરોપીને ઝડપી લેવા અંગેની તજવીજ હાથ ધરાઈ છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!