Rahul Gandhiની ગુજરાત કોંગ્રેસના નેતાઓને ટકોર, કેટલાક સિનિયરો બૂથમાં પણ જીતાડી નથી-શકાતા

વિધાનસભા 2027ની ચૂંટણીની કોંગ્રેસે અત્યારથી જ શરૂઆત કરી દીધી છે,બે દિવસ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા છે,ત્યારે તેમણે આજે મોડાસાથી સંગઠનના અભિયાનની શરૂઆત કરી છે,તેમણે જાહેર મંચ પરથી કોંગ્રેસના નેતાઓને ટકોર કરી હતી અને કહ્યું કે,પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર લોકને પક્ષમાંથી હાંકી કઢાશે.
મોડાસામાં રાહુલ ગાંધીએ પોતાના જ કાર્યરોને નિશાને લીધા
ગુજરાત કોંગ્રેસના નિષ્ક્રિય કાર્યકરોને લઈ જાહેર સ્ટેજ પરથી રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું છે,તેમણે કહ્યું કે,આપણી પાસે ત્રણ પ્રકારના ઘોડા છે,લગ્નના ઘોડા, રેસના ઘોડા અને લંગડા ઘોડા,કયાં ઘોડાના કયા કામ કરવું જોઈએ તેની ખબર હોવી જોઈએ,તો વધુમાં તેમણે કહ્યું કે,પક્ષ સાથે ગદ્દારી કરનારને હાંકી કઢાશે અને કેટલાક સિનિયરો બૂથમાં પણ જીતાડી નથી શકતા,જે સ્થાનિક છે જીતી શકે છે તેને આગળ વધારીશું અને કોઈ ઉચ્ચસ્તરીયથી ઉમેદવારની પસંદગી નહી થાય.
સિનિયર નેતાઓને રાહુલ ગાંધીની આકરી ટકોર
વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે,ગુજરાતમાં મારી જયા જરૂર હશે ત્યાં હાજર રહીશ અને માર્ગદર્શન પણ આપીશ,વધુમાં તેમણે કહ્યું કે,જિલ્લા પ્રમુખને વધુ અધિકાર આપવામા આવશે અને ગુજરાતમાં એક બીજાને નીચે પાડવામાં કાર્યકરો અને નેતાઓ તત્પર છે તેવું ધ્યાને આવ્યું છે,અમારી લડાઈ વિચારધારાની છે અને જિલ્લાઓને જિલ્લાના નેતા જ ચલાવશે તેવી આકરી ટકોર કરી હતી,વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે,કોંગ્રેસ પક્ષની શરૂઆત ગુજરાતથી થઈ હતી અને ઘણા સમયથી ગુજરાત કોંગ્રેસમાં નિરાશાનો માહોલ છે,અમે ગુજરાતમાં લડીશું અને જીતીશું.