બ્રેકીંગ ન્યુઝ

Rahul Gandhiની ગુજરાત મુલાકાતનો બીજો દિવસ, કોંગ્રેસ સંગઠનમાં બદલાવની શરૂઆત મોડાસાથી થશે


કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે,ત્યારે કોંગ્રેસ સંગઠનમાં બદલાવની શરૂઆત મોડાસાથી કરવામાં આવશે જેમાં મોડાસામાં સંગઠન સર્જન અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે.રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લા કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક કરશે અને બુથ લેવલના કાર્યકર્તાઓ સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે જેમાં સમગ્ર દેશમાં કોંગ્રેસ હાથ ધરશે ‘સંગઠન સર્જન અભિયાન.

જિલ્લાઓમાં પ્રમુખોની કરાશે નિમણૂંક કરાશે

રાહુલ ગાંધીની આ મુલાકાત ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ માટે ખાસ રહેશે,રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પ્રમુખોની કરાશે નિમણૂંક જેમાં AICC અને PCC નિરીક્ષકોને જવાબદારી સોંપાઈ છે,જિલ્લા પ્રમુખની નિમણૂક માટે નિર્ણય રાહુલ ગાંધી કરશે.ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી સત્તાથી દૂર છે. ગાંધીની મુલાકાત એઆઈસીસી સત્ર અને સીડબ્લ્યુસીની બેઠક અમદાવાદમાં યોજાઈ હતી.

233 નેતાઓને સંબોધન કરશે

AICC સત્ર પહેલા, રાહુલ ગાંધીએ રાજ્યમાં પાર્ટીના પુનરુત્થાન અંગે ચર્ચા કરવા માર્ચમાં ગુજરાતની મુલાકાત લીધી હતી.આજે અરવલ્લી જિલ્લાના બુથ સમિતિના કાર્યક્તાને સંબોધન 15 કરશે. જયાં તેઓ સંગઠન અભિયાન હેઠળ એઆઈસીસીમાંથી નિમાયેલા 43 મુખ્ય અને 7 સપોર્ટિંગ મળીને કુલ 50 અને ગુજરાત કોંગ્રેસના 183 સહિત 233 નેતાઓને સંબોધન કરશે.

રાહુલ-સોનિયા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

નેશનલ હેરાલ્ડ કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કોંગ્રેસ ઓવરસીઝ ચીફ સેમ પિત્રોડા, સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ કરવામાં આવ્યા છે. આ ચાર્જશીટ તપાસ એજન્સી દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ કેસ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) અને યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ સાથે સંબંધિત છે, જેમાં આગામી સુનાવણી 25 એપ્રિલે થશે.

 



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!