બ્રેકીંગ ન્યુઝ

Arvalli: ટ્રક ચાલકે ટક્કર મારતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું, સાત લોકો ઈજાગ્રસ્ત


ઉત્તર ગુજરાતમાં અરવલ્લી જિલ્લાના માલપુરમાં હાઈવે પર ટ્રક અને ટ્રેકટર વચ્ચે જબરદસ્ત અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર સ્થિત એક પેટ્રોલ પંપની સામે થયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. હાઈવે પર પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે આગળ જઈ રહેલા ટ્રેકટરને ટકકર મારી હતી. જેનાથી ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં બાઠીવાડા ગામના સાત લોકોને ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં.

બાઠીવાડા ગામના સાત લોકોને ઈજા પહોંચી

અરવલ્લી જિલ્લાના માલપુર પાસે હાઈવે પર પસાર થઈ રહેલા ટ્રેક્ટરને પાછળ આવી રહેલા ટ્રક ચાલકે ટક્કર મારી હતી. ટ્રકની ટક્કર વાગતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. ગોવિંદપુરા કંપા પાસે પાટીદાર પેટ્રોલ પંપની સામે આ અકસ્માત સર્જાયો હતો. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. ટ્રેક્ટરમાં સેન્ટિંગનો સામાન ભરેલો હતો. આ અકસ્માતમાં મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામના સાત લોકોને ઈજા પહોંચી હતી. જેમાં એક વ્યક્તિને ગંભીર અને અન્ય લોકોને સામાન્ય ઈજા પહોંચતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

આ અકસ્માતના સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે , પેટ્રોલ પંપ પાસેના હાઈવે પર સેન્ટિંગનો સામાન ભરેલું એક ટ્રેક્ટર પસાર થઈ રહ્યું છે. પાછળ એક ટ્રક પુરપાટ ઝડપે આવી રહ્યો છે અને ટ્રેક્ટરને ટક્કર મારે છે. ટક્કર વાગતાં જ ટ્રેકટરની ટ્રોલીમાં ભરેલો સામાન રોડ પર પડે છે. ટ્રેક્ટર ડિવાઈડર બાજુ પલટી ખાઈ જાય છે. હાઈવે પર પસાર થતાં ભારે વાહનોની ગતિને કારણે અનેક અકસ્માતો સર્જાય છે અને તેમાં અનેક લોકોના જીવ પણ જાય છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!