બ્રેકીંગ ન્યુઝ

Modasa: 200ની નોટ લેતાં ખમણનો વેપારી બેભાન, ગઠિયો પાંચ હજાર લઈ ફરાર


ગુજરાતમાં લૂંટના કિસ્સા સતત વધી રહ્યાં છે. અરવલ્લીના મોડાસામાં ખમણના વેપારીને લૂંટી લેવાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા ઈસમે ખમણ લેવા માટે 200 રૂપિયાની નોટ આપ્યા બાદ ખમણનો વેપારી બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ ગઠિયો દુકાનમાંથી પાંચ હજાર રૂપિયા રોકડા લઈને ફરાર થઈ ગયો હતો. વેપારીએ પોલીસમાં ફરિયાદ કરતાં મોડાસા ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

200ની નોટ લેતા જ વેપારી બેભાન થઈ ગયા

પ્રાપ્ત વિગતો પ્રમાણે અરવલ્લીના મોડાસામાં ખમણનો વેપાર કરતાં એક વેપારીને લૂંટી લેવાની ઘટના પ્રકાશમાં આવી છે. કારમાં આવેલા એક ગઠિયાએ ખમણ ખરીદવા માટે વેપારીને 200 રૂપિયાની નોટ આપી હતી. આ નોટ લેતાની સાથે જ વેપારી બેભાન થઈ ગયા હતાં. વેપારી બેભાન થઈ ગયા બાદ ગઠિયાએ દુકાનમાંથી પાંચ હજાર રૂપિયા રોકડાની લૂંટ કરી હતી. વેપારી 10 મિનિટ બાદ ભાનમાં આવતાં જ દુકાનમાં લૂંટ થઈ હોવાની જાણ થઈ હતી.

દુકાનમાંથી રોકડા રૂપિયા લઈને ફરાર થઈ

મોડાસામાં કારમાં આવેલા ગઠિયાએ લૂંટ કરવા માટે ખાસ ટ્રીક અપનાવી હતી. ખમણના નાના વેપારીને લૂંટી લેવા માટે ગઠિયો કાળા કલરની કારમાં આવ્યો હતો. જેથી વેપારી કે આસપાસના લોકોને કોઈ પણ પ્રકારની શંકા ના જાય. આ ગઠિયાએ અજમાવેલી ટ્રીકમાં વેપારી ફસાઈ ગયા હતાં. 200ની નોટ હાથમાં લેતા જ તેઓ બેભાન થઈ ગયા હતાં અને ગઠિયો દુકાનમાંથી રોકડા રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો. ભાનમાં આવ્યા બાદ વેપારીએ મોડાસા ટાઉન પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!