બ્રેકીંગ ન્યુઝ

Modasa: મેઘરજના ST સ્ટેશન વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટરમાં બાઈક સાથે ચાલક પટકાયો


મેઘરજના એસટી સ્ટેશન વિસ્તારમાં મોડાસા તરફ્ જતા માર્ગ ઉપર ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા બે માસથી ગટર સાફ્ કરવાના બહાને ઉપરના સ્લેબ તોડી નાંખી ગટર લાઈન ખુલ્લી કરી નંખાઈ છે. પાંચ ફુટ પહોળી, 10 ફુટ ઊંડી ગંદા પાણીથી ખદબદતી ખુલ્લી ગટરમાં અવારનવાર બાઈક ચાલકો પટકાય છે. બે માસથી પંચાયતની નબળી કામગીરીના કારણે ગટરો ખુલ્લી હોવાથી દુકાનદારોના ધંધા પણ ઠપ થઈ ગયા છે. શનિવારે સાંજે આ ખુલ્લી ગટરમાં એક બાઈક ચાલક બાઈક સાથે પટકાયો હતો. બાઈક ચાલક ગટરમાં પટકાતા લોહી લુહાણ બની ગયો હતો. બાઈક ચાલક ગટરમાં પટકાતા આજુબાજુના લોકો તથા વેપારીઓ ભેગા થઈ ગયા હતા અને મહામુસીબતે બાઈક ચાલકને બહાર કાઢી બાઈક બહાર કાઢયું હતું.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!