બ્રેકીંગ ન્યુઝ
Aravalli: બાયડની રૂપનગર ગ્રામ પંચાયત સમરસ જાહેર, 10 લાખની ગ્રાન્ટ મળશે

અરવલ્લી જિલ્લાના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ અને માલપુર તાલુકામા જે ગ્રામ પંચાયત સમરસ બને તેને 10 લાખનું ઈનામ અને ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ જિલ્લામાં બાયડની રૂપનગર ગ્રામ પંચાયત સમરસ બની છે. ધારાસભ્ય ધવલસિંહની હાજરીમાં આ ગ્રામ પંચાયત સમરસ બની છે. હવે તેને 10 લાખની ગ્રાન્ટ આપવામાં આવશે.
ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ
અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત સમરસ બની છે. રૂપનગર ગ્રામ પંચાયતની આ પ્રથમ ચૂંટણી હતી.બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ છે. ગ્રામજનો સાથે બાયડ ધારાસભ્ય મામલતદાર કચેરી પહોંચ્યા હતાં. મામલતદારને સમરસ કરવા સહીઓવાળો લેખિત પત્ર આપ્યો હતો. ધારાસભ્ય ધ્વારા રૂપનગર ગ્રામ પંચાયતને 10 લાખની ગ્રાન્ટ મળશે.