બ્રેકીંગ ન્યુઝ

Tharad: મોરથલ ગ્રામ પંચાયતને 30 વર્ષ બાદ બિનહરીફ સરપંચ મળ્યા


ગુજરાતમાં આગામી સમયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજકીય નેતાઓ, ધારાસભ્યો અને મંત્રીઓ દ્વારા વધુમાં વધુ ગ્રામ પંચાયતો સમરસ થાય તે અંગે લાખો રૂપિયાની ગ્રાન્ટ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં કેટલીક ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. બીજી તરફ થરાદ તાલુકાની મોરથલ ગ્રામ પંચાયતમાં બિન હરીફ સરપંચ થતાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

સોમાજી ધીરાજી ઠાકોર 30 વર્ષ બાદ બિનહરીફ સરપંચ તરીકે ચૂંટાયા

પ્રાપ્ત વિગતો પ્રમાણે થરાદ તાલુકાની મોરથલ ગ્રામ પંચાયતમાં સોમાજી ધીરાજી ઠાકોર 30 વર્ષ બાદ બિન હરીફ સરપંચ તરીકે ચૂંટાયા છે. સરપંચને બિનહરીફ જાહેર કરવામાં આવતા પ્રજાજનોના સહયોગ અને ભાઈચારાનું જીવંત ઉદાહરણ સામે આવ્યું છે. સોમાજી ઠાકોર સર્વ સમાજમાં સેવાભાવ અંગે જાણીતા છે. તેમણે ગામના સર્વાંગી વિકાસ માટે તત્પર રહીને કામ કરવાની ભાવના વ્યક્ત કરી છે.

સોમાજી ઠાકોરે પણ સૌનો આભાર માન્યો

સોમાજી ઠાકોરનું સરપંચ તરીકેની ઉમેદવારીનું ફોર્મ ભરવા માટે ગામના લોકો, યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં કચેરી ખાતે હાજર રહ્યાં હતાં. સોમાજી ઠાકોર સરપંચ તરીકે બિનહરીફ જાહેર થતાં મોરથલ ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. સર્વ સમાજના સહયોગથી વિકાસ માટેની એક નવી દિશામાં મોરથલ ગામ આગળ વધી રહ્યું છે. સોમાજી ઠાકોરે પણ સૌનો આભાર માનતાં કહ્યું કે, તમામ ગામજનોએ જે પ્રેમ,વિશ્વાસ અને સહકાર આપ્યો છે તેનું ઋણ ચૂકવવા વિકાસ માટે અવિરત પ્રયત્નશીલ રહીશ.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!