Banaskantha: લગ્નની જાન કચેરીમાં પહોંચી, વરરાજાએ સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ધારાસભ્યો અને મંત્રીઓ દ્વારા વધુમાં વધુ ગ્રામ પંચાયતો સમરસ બને તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. રાજ્યમાં કેટલીક ગ્રામ પંચાયતો સમરસ બની છે. ધારાસભ્યો દ્વારા ગ્રામ પંચાયત સમરસ થાય તે માટે લાખો રૂપિયાની ગ્રાન્ટની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠાના દિયોદરમાં એક વ્યક્તિએ અનોખી રીતે સરપંચ પદની ઉમેદવારી નોંધાવી હતી.
સાલપુરા ગામે વરરાજા સરપંચ પદના ઉમેદવાર બન્યા
બનાસકાંઠાના દિયોદરમાં સાલપુરા ગામમાં એક યુવકના લગ્ન લેવાયા છે. ગામના સોવનજી ઠાકોરે લગ્ન કરે તે પહેલાં જ સરપંચ પદ માટે જાનૈયાઓ અને સમર્થકો સાથે કચેરીએ પહોંચીને સરપંચ પદની ઉમેદવારી નોંધાવી હતી. ત્યાર બાદ તેઓ ઘોડે ચઢ્યા હતાં. આજે સોવનજી ઠાકોરના લગ્ન હોવાથી તેવો જાન લઈને જાય તે પહેલાં જાનૈયા અને સમર્થકોને દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી પોતાની સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.
સાત ફેરા ફરતા પહેલા ઉમેદવારી નોંધાવી ઘોડે ચડ્યા
લગ્નના સાત ફેરા ફરતા પહેલાં સોવનજી ઠાકોરે સરપંચ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.તેઓ જ્યારે જાનૈયાઓ અને સમર્થકો સાથે સરપંચ તરીકે ઉમેદવારી નોંધવવા માટે કચેરીએ પહોંચ્યા ત્યારે લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. સાત ફેરા ફરતા પહેલા સોવનજી ઠાકોરે સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ત્યાર બાદ તેઓ ઘોડે ચઢ્યા હતાં. તેમના સમર્થકો દ્વારા વાજતે ગાજતે તેમને કચેરીએ લઈ જવાયા હતાં.