બ્રેકીંગ ન્યુઝ

Banaskanta: જિલ્લાની 385 ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે 793 ફોર્મ ભરાયા


ગુજરાતમાં આગામી 22મી જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલા વધુમાં વધુ ગ્રામ પંચાયતો સમરસ થાય તે માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાતો કરવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠામાં ઉમેદવારી ફોર્મ ભરવા માટેના પાંચ દિવસમાં ગ્રામ પંચાયત અને પેટા ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો છે. બનાસકાંઠામાં અનેક ગ્રામ પંચાયતો સમરસ થઈ છે અને અનેક પંચાયતોમાં ચૂંટણી લડવા માટે ફોર્મ ભરવા ધસારો જોવા મળ્યો છે.

સરપંચની ચૂંટણી માટે 793 ફોર્મ ભરાયા

બનાસકાંઠા જિલ્લાની 385 ગ્રામ પંચાયતોમાં સરપંચની ચૂંટણી માટે 793 ફોર્મ ભરાયા છે. જ્યારે જિલ્લામાં સભ્યની ચૂંટણી માટે 1060 ફોર્મ ભરાયા છે. આ ઉપરાંત 230 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમા સરપંચ માટે 20 ફોર્મ ભરાયા છે. જ્યારે સભ્યો માટે 39 ફોર્મ ભરાયા છે. ઉમેદવારો આગામી 9મી જૂન સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકશે. 22મી જૂને ગ્રામ પંચાયતની ચૂંટણી અને પેટા ચૂંટણી યોજાશે. આ ઉપરાંત થરાદમાં મોરથલ ગ્રામ પંચાયતને 30 વર્ષ બાદ બિનહરીફ સરપંચ મળ્યા છે. સોમાજી ધીરાજી ઠાકોર 30 વર્ષ બાદ બિનહરીફ સરપંચ તરીકે ચૂંટાયા છે.

ગઠામણ ગ્રામ પંચાયત ફરીવાર સમરસ થઈ

બનાસકાંઠામાં પાલનપુરની ગઠામણ ગ્રામ પંચાયત ફરીવાર સમરસ થઈ છે. આઝાદી બાદ આ ગામમાં એક પણ ચૂંટણી યોજાઈ નથી. બીજી તરફ બનાસકાંઠાના દિયોદરમાં સાલપુરા ગામમાં એક યુવકના લગ્ન લેવાયા છે.ગામના સોવનજી ઠાકોરે લગ્ન કરે તે પહેલાં જ સરપંચ પદ માટે જાનૈયાઓ અને સમર્થકો સાથે કચેરીએ પહોંચીને સરપંચ પદની ઉમેદવારી નોંધાવી હતી. ત્યાર બાદ તેઓ ઘોડે ચઢ્યા હતાં. આજે સોવનજી ઠાકોરના લગ્ન હોવાથી તેવો જાન લઈને જાય તે પહેલાં જાનૈયા અને સમર્થકોને દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી પોતાની સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!