બ્રેકીંગ ન્યુઝ

Viramgam: કાલિયાણા ગ્રામ પંચાયત સમરસ બની, ચિઠ્ઠી ઉછાળી સરપંચની પસંદગી થઈ


ગુજરાતમાં ચૂંટણી પૂર્વે જ ઘણી ગ્રામપંચાયતો સમરસ બની ગઈ છે.ગ્રામપંચાયતોમાં ચિઠ્ઠી ઉછાળીને સર્વસંમતિથી કોઈ વિરોધ વગર સરપંચ ચૂંટીને સમરસ બનાવાઈ છે. ત્યારે વિરમગામ તાલુકાના કાલિયાણા ગ્રામ પંચાયતને સમરસ કરવામાં આવી છે. કાલિયાણા ગામના લોકોએ કોઈ વિરોધ વગર સર્વાનુમતે સરપંચની પસંદગી કરી હતી. જેમાં કાલીયાણા ગામના સરપંચ તરીકે અલ્પેશ કનુભાઈ મોરીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

કાલિયાણામાં ચિઠ્ઠી ઉછાળી સરપંચની પસંદગી

વિરમગામ તાલુકાના કાલિયાણા ગામમાં ચિઠ્ઠી ઉલાળી સરપંચની પસંદગી કરાઇ હતી. જેમાં કાલીયાણા ગ્રામ પંચાયતમાં તમામ ગ્રામજનો અને સરપંચ પદના 3 દાવેદાર ઉપસ્થિત રહ્યા હતા. કાલીયાણા ગામના 3 વ્યક્તિ રાજુ અરજણ મોરી, અલ્પેશ હીરા મોરી, અલ્પેશ કનુ મોરીના નામની ચિઠ્ઠી લખીને ઉલાળવામાં આવી હતી.જેમાંથી અલ્પેશ કનુ મોરીની ચિઠ્ઠી નીકળી હતી. તેથી સરપંચ તરીકે અલ્પેશ કનુ મોરીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.

સરપંચ તરીકે અલ્પેશ કનુ મોરીની પસંદગી

વિરમગામ તાલુકાના કાલિયાણા ગામની પંચાયતના સરપંચ અલ્પેશ કનુ મોરી તરીકે જાહેર કરાયા છે.તો બનાસકાંઠાના વડગામમાં આવેલ જોઈતા ગ્રામ પંચાયત પણ સરપંચ બની હતી. જે ગ્રામ પંચાયતમાં સરપંચ, ડેપ્યુટી સરપંચ અને વોર્ડના સભ્યો તરીકે મહિલાઓની બિન હરીફ વરણી કરીને જોઈતા ગ્રામ પંચાયત સમરસ બની હતી.તો ગુજરાત સરકાર દ્વારા જે ગ્રામ પંચાયત સમરસ થાય તેને દર વર્ષની માફક આ વર્ષે ગ્રામ પંચાયતોની વસ્તીના આધારે ગ્રાન્ટ આપવાની જાહેરાત કરેલ છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!