Gram Panchayat Election: બોટાદના મોટા ગામ લાઠીદડના સ્થાનિકોની શું છે માંગ?, જાણો

જિલ્લામાં 106 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાની છે. ત્યારે બોટાદ જિલ્લાના સૌથી મોટા ગામ લાઠીદડમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. અહીંના સ્થાનિકો પાસેથી જાણીએ કેવા ઉમેદવારની પસંદગી.? કેવી જરૂરિયાત.? અને કેવું રહ્યું વહીવટદારનું શાસન. બોટાદ જિલ્લામાં 106 ગ્રામ પંચાયત માટે 22 જૂનના રોજ મતદાન હાથ ધરાશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કેવી તૈયારીઓ છે. તે અંગે જાણીએ.
સ્થાનિકોની શું છે માગ ?
બોટાદ તાલુકાના સૌથી મોટા ગામ લાઠીદડ ગામમાં 22 હજારની વસ્તી છે. અને 16 વોર્ડ આવેલા છે. જેમાં 25 વર્ષ સુધી સમરસ ગ્રામ પંચાયત બની છે. છેલ્લા 10 વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય છે. ત્યારે આગામી દિવસોમાં પણ ચૂંટણી પહેલા સમરસ ગ્રામ પંચાયત થાય છે કે ચૂંટણી યોજાય છે તે જોવું રસપ્રદ છે. લાઠીદડ ગામ ને મેટ્રોસિટી તરફ જવા માટે એસટી બસની કનેક્ટિવિટી મળતી નથી. આ ગામમાં છેલ્લા અઢી વર્ષથી વહીવટદાર દ્વારા શાસન ચલાવવામાં આવે છે. ત્યારે અનેક વિકાસના કામો થયા છે. મુખ્ય બજારની દુકાનો માટે કે પછાત વિસ્તારમાં કચરા કલેક્શન અને કચરાનો નિકાલ યોગ્ય રીતે નહીં થતો હોવાના સવાલ ઉભા થયા છે. ગામની મુખ્ય જરૂરિયાત ગામના બે મુખ્ય તળાવને વિકસિત કરવા તળાવનું બ્યુટીફિકેશન કરી ગામના લોકો માટે ફરવાનું સ્થળ બની રહે તેવી માગ કરવામાં આવી છે.
કસરત માટે સંકુલ બનાવાવ માગ
તળાવની આસપાસ વૃક્ષારોપણ બેઠક માટે બેન્ચીસ મૂકવામાં આવે, બાળકો માટે પ્લે ગ્રાઉન્ડ રમત ગમતના સાધનો મૂકી શકાય તો ગામ માટે એક સુંદર મજાનું સ્થળ બની શકે તેમ છે. ગામના રોડ પર વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે. પ્રદૂષણ મુક્ત ગામ બનાવવા માટે કચરાનો યોગ્ય નિકાલ પણ જરૂરી છે તેવું લોકો જણાવી રહ્યા છે. લાઠીદડ ગામમાં યુવાનો માટે રમતગમતનું મેદાન નહીં હોવાના કારણે અનેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ફિઝિકલ ફિટનેસની તૈયારી કરવાથી વંચિત રહી જાય છે. ગામમાં રમત ગમતનું મેદાન હોવું અને વ્યાયામના સાધનો સાથે સુંદર મજાનો સ્પોર્ટ સંકુલ બનાવવામાં આવે તેવી માગ પણ કરાઇ છે.