બ્રેકીંગ ન્યુઝ

Morbiની નવા ઇસનપુર ગ્રામ પંચાયત બની સમરસ, ચિઠ્ઠી ઉછાળીને સરપંચ-ઉપ સરપંચની પસંદગી


ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ગયા છે તેની વચ્ચે રાજ્યમાં વધુ એક ગ્રામ પંચાયત સમરસ બની છે, મોરબીની નવા ઇસનપુર પંચાયત બની સમરસ જેમાં ગામના સરપંચ તરીકે ધીરજ પરમાર અને પરસોત્તમ પરમારને ઉપ સરપંચ તરીકે પસંદગી કરવામાં આવી છે, ગ્રામજનો એક છે અને તેને લઈને ગામમાં ઉત્સાહનો પણ માહોલ છે.

બનાસકાંઠામાં પણ ગઈકાલે વડગામની જોઈતા ગ્રામ પંચાયત બની સમરસ

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય તે પહેલા બનાસકાંઠામાં વધુ એક ગ્રામ પંચાયત સમરસ બની છે, વડગામની જોઈતા ગ્રામ પંચાયત સમરસ બની છે અને જોઈતા ગ્રામ પંચાયતની સુકાન મહિલાઓના હાથમાં ગ્રા.પં.ના સરપંચ તરીકે મંજુલાબા ચાવડાની વરણી કરાઈ છે, ડેપ્યુટી સરપંચ તરીકે મનીષાબા ચાવડાની વરણી કરાઈ છે અને ગ્રામજનોએ સર્વસંમતિથી સરપંચ-ડે.સરપંચ ચૂંટ્યા છે અને વોર્ડના સભ્યોની અગાઉ બિનહરીફ વરણી કરાઈ હતી.

44850 વોર્ડમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે

રાજ્ય ચૂંટણી કમિશ્નર એસ. મુરલીક્રિષ્ણાએ વધુમાં કહ્યું હતું કે, મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ ગઈકાલે થઈ ચૂકી છે.ગ્રામ પંચાયતની ચૂંટણી છે ત્યાં આચાર સંહિતા અમલમાં આવશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ટોયલેટ માટે એફિડેવિટની જરૂર નથી પણ સેલ્ફ ડેક્લરેશન આપવાનું રહેશે. 44850 વોર્ડમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. તેમણે કહ્યું હતું કે, ચૂંટણીમાં મોડુ થયું છે. ઝવેરી કમિશનની અમલવારી પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કરી છે. હવે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે અમલવારી કરવામાં આવી છે.

સમરસ ગ્રામ પંચાયત એટલે શું જાણો

સમરસ ગ્રામ પંચાયત-એટલે કે બિનહરીફ (કોઇ એક જ ઉમેદવાર સર્વસંમતિથી પસંદ કરવો અને ચુંટણી ન કરવી) ઉમેદવારો વડે ચાલતી ગ્રામ પંચાયત. ખાસ કરીને આ યોજના ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!