Banaskanthaના વડગામની જોઈતા ગ્રામ પંચાયત બની સમરસ, મહિલાઓના હાથમાં ગ્રામ પંચાયતનું સુકાન

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય તે પહેલા બનાસકાંઠામાં વધુ એક ગ્રામ પંચાયત સમરસ બની છે, વડગામની જોઈતા ગ્રામ પંચાયત સમરસ બની છે અને જોઈતા ગ્રામ પંચાયતની સુકાન મહિલાઓના હાથમાં ગ્રા.પં.ના સરપંચ તરીકે મંજુલાબા ચાવડાની વરણી કરાઈ છે, ડેપ્યુટી સરપંચ તરીકે મનીષાબા ચાવડાની વરણી કરાઈ છે અને ગ્રામજનોએ સર્વસંમતિથી સરપંચ-ડે.સરપંચ ચૂંટ્યા છે અને વોર્ડના સભ્યોની અગાઉ બિનહરીફ વરણી કરાઈ હતી.
ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા ગ્રામ પંચાયત સમરસ
જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા અનેક ગ્રામ પંચાયતો બની રહી છે સમર જેમાં અંધારિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી જોઈતા પંચાયત અલગ પડ્યા બાદ જોઈતા ગ્રામ પંચાયતનું સુકાન મહિલાઓના હાથમાં આવી છે, જોઈતા ગ્રામ પંચાયત સામાન્ય મહિલા સીટ હોવાથી સરપંચ તરીકે મંજુલાબાં ચાવડા તો ડે. સરપંચ તરીકે મનીષાબાં ચાવડાની કરાઈ વરણી છે, ગ્રામજનોએ સર્વ સંમતિથી સરપંચ ડે. સરપંચ સહીત વોર્ડના સભ્યોની ચૂંટણી અગાઉ જ બિન હરીફ કરી વરણી કરાઈ.
મહિલા માટેની સીટ હતી અનામત
રાજ્યમાં નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ ઓબીસી અનામતની અમલવારીના કારણે ગ્રામપંચાયતની ચૂંટણીઓ અટકી પડી હતી જેનો માર્ગ હવે મોકળો થયો છે.ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે રાજ્યની 8240 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરાઈ છે. ગ્રામ પંચાયતોમાં સામાન્ય,મધ્યસત્ર અને પેટાચૂંટણી યોજવાની બાકી હોવાથી આજે તેની જાહેરાત કરવામાં આવી છે.
44850 વોર્ડમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે
રાજ્ય ચૂંટણી કમિશ્નર એસ. મુરલીક્રિષ્ણાએ વધુમાં કહ્યું હતું કે, મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ ગઈકાલે થઈ ચૂકી છે.ગ્રામ પંચાયતની ચૂંટણી છે ત્યાં આચાર સંહિતા અમલમાં આવશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ટોયલેટ માટે એફિડેવિટની જરૂર નથી પણ સેલ્ફ ડેક્લરેશન આપવાનું રહેશે. 44850 વોર્ડમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. તેમણે કહ્યું હતું કે, ચૂંટણીમાં મોડુ થયું છે. ઝવેરી કમિશનની અમલવારી પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કરી છે. હવે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે અમલવારી કરવામાં આવી છે.