Botadમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં SMSને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું પ્રસિદ્ધ

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ યોજવાનું જાહેર કરેલ છે.ચૂંટણી અન્વયે કેટલીક વ્યકિતઓ દ્વારા આદર્શ આચારસંહિતા તથા ચૂંટણી કાયદાનો ભંગ થતો હોય તેવા વાંધાજનક શોર્ટ મેસેજ સર્વિસીસ (SMS) અન્ય વ્યકિતઓને મોકલતા હોય છે.
સોશિયલ મીડીયાના માધ્યમથી સંદેશા અન્ય વ્યકિતઓને મોકલવા નહીં
ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતા તથા ચૂંટણી કાયદાનો ભંગ થાય તેવા શોર્ટ મેસેજ સર્વિસીસ (SMS) તથા સોશીયલ મીડીયા પર પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે. આથી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બોટાદ દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ હુકમ અન્વયે તેમને મળેલ સત્તાની રૂએ ફરમાવ્યું છે કે, ચૂંટણી અન્વયે કોઈ વ્યકિતએ આદર્શ આચાર સંહિતાના ભંગ તથા ચૂંટણી કાયદાનો ભંગ થતો હોય તેવા વાંધાજનક શોર્ટ મેસેજ સર્વિસીસ (SMS) તથા સોશિયલ મીડીયાના માધ્યમથી સંદેશા અન્ય વ્યકિતઓને મોકલવા નહીં.
આ જાહેરનામાનો ઉલ્લંઘન નહી કરી શકાય
આ હુકમનું ઉલ્લંધન કરનાર અથવા ઉલ્લંધન માટે મદદ કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામું બોટાદ જિલ્લાના જે વિસ્તારમાં ચૂંટણી થનાર છે તે હદ વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામુ પ્રસિદ્ધ થયાં તારીખથી તા.૨૭/૦૬/૨૦૨૫સુધી અમલમાં રહેશે.