બ્રેકીંગ ન્યુઝ

Mehsanaના ખેરાલુની રસુલપુર ગ્રામ પંચાયત સમરસ બની, સરપંચ તરીકે શબ્બીર મોમીનની વરણી


મહેસાણાના ખેરાલુ તાલુકામાં વધુ એક ગ્રામ પંચાયત સમરસ બની છે જેમાં ખેરાલુની રસુલપુર ગ્રામ પંચાયત સમરસ બની છે, રસુલપુરના સરપંચ તરીકે શબ્બીર મોમીનની વરણી કરવામાં આવી છે, સરપંચનું કહેવું છે કે, ગામના વિકાસ કામોને વધુ વેગ મળશે અને રસુલપુર સમરસ થતા ગામમાં ખુશીનો માહોલ છે ખેરાલુમાં 43માંથી 2 ગ્રામ પંચાયત બની સમરસ.

બનાસકાંઠાની વડગામની જોઈતા ગ્રામ પંચાયત બની સમરસ

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય તે પહેલા બનાસકાંઠામાં વધુ એક ગ્રામ પંચાયત સમરસ બની છે, વડગામની જોઈતા ગ્રામ પંચાયત સમરસ બની છે અને જોઈતા ગ્રામ પંચાયતની સુકાન મહિલાઓના હાથમાં ગ્રા.પં.ના સરપંચ તરીકે મંજુલાબા ચાવડાની વરણી કરાઈ છે, ડેપ્યુટી સરપંચ તરીકે મનીષાબા ચાવડાની વરણી કરાઈ છે અને ગ્રામજનોએ સર્વસંમતિથી સરપંચ-ડે.સરપંચ ચૂંટ્યા છે અને વોર્ડના સભ્યોની અગાઉ બિનહરીફ વરણી કરાઈ હતી.

મોરબીની નવા ઇસનપુર ગ્રામ પંચાયત બની સમરસ

મોરબીની નવા ઇસનપુર પંચાયત બની સમરસ જેમાં ગામના સરપંચ તરીકે ધીરજ પરમાર અને પરસોત્તમ પરમારને ઉપ સરપંચ તરીકે પસંદગી કરવામાં આવી છે, ગ્રામજનો એક છે અને તેને લઈને ગામમાં ઉત્સાહનો પણ માહોલ છે.

બાયડ તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત સમરસ બની

અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત સમરસ બની છે. રૂપનગર ગ્રામ પંચાયતની આ પ્રથમ ચૂંટણી હતી.બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ છે. ગ્રામજનો સાથે બાયડ ધારાસભ્ય મામલતદાર કચેરી પહોંચ્યા હતાં. મામલતદારને સમરસ કરવા સહીઓવાળો લેખિત પત્ર આપ્યો હતો. ધારાસભ્ય ધ્વારા રૂપનગર ગ્રામ પંચાયતને 10 લાખની ગ્રાન્ટ મળશે.

સમરસ ગ્રામ પંચાયત એટલે શું જાણો

સમરસ ગ્રામ પંચાયત-એટલે કે બિનહરીફ (કોઇ એક જ ઉમેદવાર સર્વસંમતિથી પસંદ કરવો અને ચુંટણી ન કરવી) ઉમેદવારો વડે ચાલતી ગ્રામ પંચાયત. ખાસ કરીને આ યોજના ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!