Arvalli પોલીસે પરિવાર સાથે કરી ઝપાઝપી, કારના કાચ તોડયાનો લાગ્યો આક્ષેપ !

અરવલ્લી પોલીસ હંમેશા વિવાદમાં રહેતી હોય છે, અરવલ્લી જિલ્લમાં જાણો પોલીસ દબંગાઈ કરતી હોય તેવું લાગી રહ્યું છે, સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં પોલીસ એક પરિવાર સાથે મગજમારી કરી છે અને મહિલા અને નાના બાળકો પણ સાથે છે તેમ છત્તા પોલીસ દાદાગીરી કરતી હોય તેવો આક્ષેપ પરિવારે લગાવ્યો છે.
અરવલ્લીમાં પોલીસની દબંગાઈનો વીડિયો વાયરલ
અરવલ્લી જિલ્લાના મરડીયા પાસે પોલીસે પરિવાર સાથે ઝપાઝપી કરી હોય તેવો આક્ષેપ પરિવારે કર્યો છે, વાહન ચેકિંગ દરમિયાન આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, વીડિયોમાં પરિવાર કહી રહ્યો છે કે, પોલીસે કારનો કાચ પણ તોડી નાખ્યો છે અને તેમની સાથે બોલાચાલી કરીને ખરાબ વર્તન પણ કર્યુ છે, અગાઉ પણ અરવલ્લી પોલીસની અનેક ફરિયાદો ઉઠી છે કે જેમાં અરવલ્લી પોલીસ સ્થાનિકો સાથે પણ ખરાબ અને તોછડાઈ ભર્યુ વર્તન કરે છે.
ગાડીનો કાચ તોડ્યો હોવાનો વીડિયોમાં ઉલ્લેખ
સમગ્ર ઘટનામાં એક પોલીસકર્મી છે જે વીડિયોમાં દેખાઈ રહ્યો છે અને તે પોલીસ સાથે માથાકૂટ કરી રહ્યો છે, પોલીસને જાણે જિલ્લાના એસપી જેટલો પાવર હોય તેવું વર્તન કરી રહ્યો છે, તો જે કાર ચાલકે આ વીડિયો ઉતાર્યો છે એક સ્થાનિકે જિલ્લા એસપીને મેઈલ કરીને જાણ કરી છે, પણ જિલ્લા એસપી જરા ઓફીસની બહાર નીકળો અને જુઓ તમારી પોલીસ કેવું કામ કરી રહી છે અને લોકો તમારી પોલીસથી ખુશ છે કે નહી, આ મામલે એસપી સાહેબ ફરિયાદ નોંધાય તો નોંધજો અને સત્યતા તપાસીને પરિવારને ન્યાય અપાવજો.