બ્રેકીંગ ન્યુઝ

Botad: ગઢડાની રાયપર ગ્રામ પંચાયત જ્ઞાતિના પ્રભુત્વથી સમરસ થાય છે


બોટાદનું એક એવું ગામ જે આઝાદીકાળથી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી.70 વર્ષથી આ ગામના લોકોએ પંચાયતના સરપંચ માટે મતદાન કર્યું નથી.આ વર્ષે પણ આ સિલસિલો યથાવત રહ્યો છે. સમરસ ગ્રામ પંચાયત તરીકે એક ઉમેદવારને બિન હરીફ સરપંચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ગઢડા તાલુકાની રાયપર ગ્રામ પંચાયત માટે આઝાદીકાળથી સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી.રાયપર ગામમાં 650 લોકો વસે છે 400 વ્યક્તિનું મતદાન અને આઠ ગ્રામ પંચાયતના વોર્ડ આવેલા છે.

જ્ઞાતિના પ્રભુત્વથી ગ્રામ પંચાયત સમરસ થાય છે

ગામના વડીલો આગેવાનોની સંમતિથી વ્યક્તિની પસંદગી કરી સરપંચ તરીકે બેસાડવામાં આવે છે અને પંચાયત બોડી બનાવી પાંચ વર્ષ સુધી ગામના વિકાસના કામો કરવામાં આવે છે.ગામડાના લોકોમાં આંખની ઓળખ અને આંખની શરમ વિકાસના કામોમાં ક્યાંક મદદરૂપ થતી હોય છે. ચૂંટણીના કારણે આંતરિક વિરોધાભાસ ઉભા થતા હોય છે તેવું ગામ લોકોનું માનવું છે.ગામમાં એક જ જ્ઞાતિનું પ્રભુત્વ હોવાને કારણે સર્વ સંમતિથી વ્યક્તિની પસંદગી કરી સમરસ ગ્રામ પંચાયતની બોડી બનાવવામાં આવે છે.

ગામમાં ક્યારેય એસ.ટી બસ આવતી નથી

લોકો કહી રહ્યા છે કે, વસ્તી ઓછી હોવાને કારણે તેમજ બે વિધાનસભાની વચ્ચેના ગામ તરીકે અંતરિયાળ આ રાયપર ગામમાં અનેક વિકાસના કામો બાકી છે. શહેરી મથકો તરફ જવા માટે પંચાયત ધોરીમાર્ગ નું અસ્તિત્વ જ નથી ત્યારે ગામમાં ક્યારેય એસ.ટી બસ આવતી નથી.લોકોને બહારગામ જવું હોય તો પ્રાઇવેટ છકરડા રીક્ષા માં લટકતા જવું પડે છે.ઇમરજન્સીની પરિસ્થિતિમાં દવાખાનાની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે લોકોને ગઢડા દવાખાનામાં જવા દોડધામ કરવી પડે છે.

ગામ તેના વિકાસની વાસ્તવિક સ્થિતિને ચરિતાર્થ કરે છે

વર્ષોથી આ છેવાડાના ગામમાં પીવાના પાણીનું નળ કનેક્શન નથી કે નથી ગામમાં ભૂગર્ભ ગટર બનાવવામાં આવી. ગામ સમસ્ત પાણી સંગ્રહની કોઈ વ્યવસ્થા નથી.ગામની શાળા માં માત્ર એક શિક્ષક 13 બાળકો અને એક થી સાત ધોરણનો અભ્યાસક્રમ છે. લોકો પોતાના બાળકોને ભણાવવા માટે સ્થળાંતર કરી બોટાદ કે ગઢડા જતા રહે છે. ગઢડા અને બોટાદ વિધાનસભાના છેવાડાના ગામ તરીકે અંતરિયાળ રાયપર ગામને પછાત રાખવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે. મત માગવા માટે ગામડા ખૂંદતા રાજકીય આગેવાનો માટે આ ગામ તેના વિકાસની વાસ્તવિક સ્થિતિને ચરિતાર્થ કરે છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!