બ્રેકીંગ ન્યુઝ

Election: આ તે કેવું! હસનપુરમાં ઓબીસીનું એક ઘર છતાં સરપંચની સીટની ફાળવણી


ગ્રામપંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે અને ગ્રામીણ રાજકારણ ચાલી રહ્યું છે. તેની વચ્ચે વહીવટી ખામીઓ નજર અંદાજ થતી હોય તેવી ફરિયાદ ઉભી થઈ છે. બનાસકાંઠાના હસનપુરમાં મોટી સંખ્યામાં વસતિ મુસ્લિમ અને દલિત સમાજની છે પણ સરપંચપદની સીટ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને ફાળવવામાં આવી છે. જોવાનું એ છે કે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું એક જ ઘર ગામમાં છે.

વડગામની હસનપુર પંચાયતમાં 1322 મતદારો ધરાવતું ગામ છે. પરંતુ તંત્ર દ્વારા ગામના સીમાંકનમાં મોટી ક્ષતિ રખાઈ હોવાના આક્ષેપો પણ કરાયા છે. ગ્રામજનોએ સરપંની સીટ સતત એક જ વર્ગ ને ફાળવતી હોવાથી ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે. સોમવારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે પણ હસનપુર ગામમાંથી એક પણ ઉમેદવારી ફોર્મ નથી ભરાયું.

બહિષ્કારનું  આવેદનપત્ર કલેકટરને આપાયું

બનાસકાંઠા જિલ્લામાં કેટલીક પંચાયતો સમરસ પણ બની છે. પરંતુ હસનપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં છેલ્લી ત્રણ ટર્મથી સરપંચની સીટ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને ફાળવાય છે. જોકે ગામમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના નાગરિકનું એક જ ઘર આવેલું હોવાના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. ગામમાં મુખ્યત્વે મુસ્લિમ અને દલિત સમાજના લોકો વસવાટ કરે છે પરંતુ તેમ છતાં પણ આ સીટ બદલાઈ નથી. જિલ્લા કલેકટરને ચૂંટણી બહિષ્કારનું લેખિત આવેદનપત્ર પાઠવી ગામમાં સરપંચ સીટ અને વોર્ડ નંબર એકની અનુસૂચિત આદિજાતિની સીટ બદલવા માંગ કરી છે.

બંને સીટ બદલવા અનેક વખત તંત્રને રજૂઆતો

વોર્ડ નં-1માં અનુસૂચિત આદિ જાતિની સીટ છે. જોકે આ જાતિનો કોઈ નાગરિક વોર્ડમાં રહેતા જ ન હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ બંને સીટ બદલવા અનેક વખત તંત્રને રજૂઆતો કરી છે. પરંતુ તેમની માંગ ન સ્વીકારતા આખરે હવે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે. સોમવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો પરંતુ હસનપુર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચ કે વોર્ડના સભ્યો માટે એક પણ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી નથી.

અમારી પંચાયતો સમરસ બનાવવી છે : ગ્રામજનો

ગ્રામજનોનું કહેવું છે કે અમારે અમારી પંચાયતો સમરસ બનાવી છે પરંતુ અમારી પંચાયતમાં વોર્ડ નંબર 1 ની અનુસૂચિત આદિજાતિની સીટ છે અને આ જાતિનું કોઈ અમારા ગામમાં રહેતું ન હોવાથી અમારી પંચાયત સમરસ બની શકતી નથી અને સરકારની સમરસ પંચાયતના લાભો અમને મળી શકતા નથી.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!