બ્રેકીંગ ન્યુઝ

Botadમાં પંચાયતની ચૂંટણી યુવકના મોતનું બની કારણ, ઝેરી દવા પી કર્યો આપઘાત


રાજ્યમાં હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના કારણે રાજકારણ ગરમાયેલું છે, ત્યારે તેની વચ્ચે બોટાદના ગઢડાના ઈંગોરાળા ગામમાં એક યુવકે આપઘાત કર્યો છે. ગ્રામ પંચાયતની ચૂંટણી આ યુવકના મોતનું કારણ બની છે. ઈંગોરાળા ગામના યુવા આગેવાનને સરપંચનું ફોર્મ નહીં ભરવા મળેલી ધાકધમકીથી યુવકે આત્મહત્યા કરી લીધી છે. 8 જૂને ઈંગોરાળા ગામના યુવા આગેવાન અનિરુદ્ધભાઈ દડુભાઈ ખાચરે ઝેરી દવા પી લઈને આપઘાત કરી લીધો છે. યુવકે દવા પી લેતા તાત્કાલિક તેને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે.

મહેશ ખાચર, અમરશી ઝાંપડીયા, પ્રવિણ ઝાંપડીયા સામે નોંધાઈ ફરિયાદ

તમને જણાવી દઈએ કે અનિરુદ્ધભાઈ ખાચર સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવાના હતા, પરંતુ ગામના ત્રણ લોકોએ ફોર્મ ના ભરવા માટે ધાકધમકી આપી હતી. અનિરુદ્ધભાઈએ આત્મહત્યા કરતા પહેલા તેના ભાઈને વોટ્સએપ મેસેજ કર્યો અને ત્યારબાદ ઝેરી દવા ગટગટાવી હતી. હાલમાં મૃતકના ભાઈ રણજીતભાઈ દડુભાઈ ખાચરે ઈંગોરાળા ગામના મહેશભાઈ ગભરૂભાઈ ખાચર, અમરશીભાઈ ભગવાનભાઈ ઝાંપડીયા અને પ્રવિણભાઈ ઝાંપડીયા વિરૂદ્ધ ઢસા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઢસા પોલીસે ત્રણેય શખ્સો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વેરાવળમાં યુવકે દવા પી આપઘાતનો કર્યો પ્રયાસ

વેરાવળમાં યુવકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. યુવકે ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પ્રભાસ પાટણ પોલીસ દ્વારા પોલીસ ચોકીએ બોલાવી માર માર્યાનો આક્ષેપ યુવકે કર્યો છે. કસીમ મહમદ ગોહેલ નામના યુવકે ઝેરી દવા પીની આપઘાતનો પ્રયાસ કર્યો છે. સરકારી હોસ્પિટલમાં સ્થિતિ ગંભીર જણાતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે યુવકને ખસેડવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ભોગ બનનાર યુવક GIDCમાં મચ્છીનો ધંધો કરે છે અને ભીડીયાના રાહુલ બમભણીયા નામના યુવકને રૂપિયા આપવાના હતા અને તેને લઈને યુવકે પોલીસમાં ફરિયાદ કરી હતી, જેને લઈને પોલીસે આપઘાત કરનારા યુવકને પોલીસ સ્ટેશને બોલાવી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. 



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!