બ્રેકીંગ ન્યુઝ

Modasaની બાયલ ગ્રામ પંચાયત સમરસ બની, જુઓ Video


હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે સ્થાનિક લોકો અને ઉમેદવારો પોતાની ગતમપંચાયત સમરસ બને એવા પ્રયત્નો કરતા હોય છે, ત્યારે મોડાસાની બાયલ ગ્રામપંચાયતમાં સરપંચ અને સભ્યો તમામ બિનહરીફ થયા છે, આ બાયલ ગ્રામ પંચાયત છેલ્લી આઠ ટર્મથી સમરસ થતી આવી છે ત્યારે સંદેશ ન્યુઝે બાયલ ગ્રા.પંચાયત ના સમરસ મહિલા સરપંચ કૈલાસ બેન સાથે વાતચીત કરી, તો મહિલા સરપંચે ગામમાં જે જે પાયાના પ્રશ્નો છે એ ઉકેલવાની ખાત્રી આપી હતી અને સમરસ કરવા બદલ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

બાયડ તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત સમરસ બની

અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત સમરસ બની છે. રૂપનગર ગ્રામ પંચાયતની આ પ્રથમ ચૂંટણી હતી.બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ છે. ગ્રામજનો સાથે બાયડ ધારાસભ્ય મામલતદાર કચેરી પહોંચ્યા હતાં. મામલતદારને સમરસ કરવા સહીઓવાળો લેખિત પત્ર આપ્યો હતો. ધારાસભ્ય ધ્વારા રૂપનગર ગ્રામ પંચાયતને 10 લાખની ગ્રાન્ટ મળશે.

સમરસ ગ્રામ પંચાયત એટલે શું જાણો

સમરસ ગ્રામ પંચાયત-એટલે કે બિનહરીફ (કોઇ એક જ ઉમેદવાર સર્વસંમતિથી પસંદ કરવો અને ચુંટણી ન કરવી) ઉમેદવારો વડે ચાલતી ગ્રામ પંચાયત. ખાસ કરીને આ યોજના ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!