બ્રેકીંગ ન્યુઝ

Gram Panchayat Election: હરીફ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા અરઠી પંચાયત સમરસ બની


મહેસાણામાં અગાઉ પણ ગ્રામ પંચાયત સમરસ બની છે તેવામાં ખેરાલુમાં વધુ એક ગ્રામ પંચાયત સમરસ બની છે. કુલ 43માંથી 4 ગ્રામ પંચાયત સમરસ બની છે. હરીફ ઉમેદવારે ફોર્મ પરત ખેંચાતા અરઠી ગ્રામ પંચાયત સમરસ બની છે. ગ્રામ પંચાયત સમરસ બનતા મહિલા સરપંચ તરીકે ધનીબેન ચૌધરીની વરણી કરવામાં આવી છે. ગામમાં સરપંચ અને સભ્યોની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

ખેરાલુમાં કુલ 43માંથી 4 ગ્રામ પંચાયત સમરસ બની
ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય તે પહેલા ખેરાલુની વધુ એક પંચાયત સમરસ બની છે. ખેરાલુમાં કુલ 43માંથી 4 ગ્રામ પંચાયત સમરસ બની છે. ખેરાલુમાં વધુ એક ગ્રામ પંચાયત સમરસ બનતા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ અરઠી ગામના આગેવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી.

સરપંચ અને સભ્યોની બિનહરીફ વરણી
ગ્રામ પંચાયત સમરસ બનતા અરઠી પંચાયતમાં મહિલા સરપંચ તરીકે ધનીબેન ચૌધરીની વરણી કરવામાં આવી છે. અરઠી ગમામાં બાકી કામો અને નવા કામો સૌ સાથે મળીને કરીશું તેવું સંરપચ દ્વારા જણાવામાં આવ્યું હતું. જિલ્લા પાણી પુરવઠા ચેરમેન ના પતિએ નિવેદન આપ્યું છે કે 1 લાખની ગ્રાન્ટ જિલ્લા સદસ્યની ગ્રાન્ટ માંથી ફાળવાની જાહેરાત કરી છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!