બ્રેકીંગ ન્યુઝ

Dhrol તાલુકાના જાયવા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી સમયે પ્રાથમિક સુવિધાની સમસ્યા ઉદ્ભવી


જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં સરપંચની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઉમેદવારો સરપંચ બનવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં હજુ પણ અનેક વિસ્તારો વિકાસ ઝંખે છે.

ગામમાં લાઈટ અને ગંદકીની સમસ્યા

ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ગ્રામ્ય વિસ્તારમાં હાલ ઉમેદવારો સરપંચ બનવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ હાલ પણ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું સામે આવ્યું છે. ધ્રોલ તાલુકાના જાયવા ગામે રોડ રસ્તા, પાણીની સમસ્યા તો દૂર થઈ છે. પણ લાઈટ અને ગંદકીની સમસ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.

રોડ રસ્તા અને પાણીની મુખ્ય સમસ્યા હોવાનું સામે આવ્યું છે

હાલ ગામમાં જાયવા ગામમાં ૨૫૦૦ની વસ્તી છે જ્યારે ૧૮૦૦ જેટલા મતદારો છે. જેમાં સૌથી ઓછી મુસ્લિમ સમાજની વસ્તી છે. જેના ૮૭ જેટલા મતદારો છે. છતાં ગ્રામજનો મુસ્લિમ સમાજની મહિલા ઉમેદવાર ખેરૂનબેન સુમરાને સરપંચ બનાવવાની નેમ સાથે કોમવાદ વગર ચૂંટણી લડાશે. ગત ટર્મમાં ફિરોઝભાઈ સુમરા સરપંચ હતા આ વખતે તેમના પત્નીએ ઉમેદવારી નોંધાવી છે. તો સામે લીલાબા જાડેજાએ દાવેદારી નોંધાવતા ચૂંટણીનો માહોલ ગરમાયો છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!