બ્રેકીંગ ન્યુઝ

Bihar Election 2025: કોણ છે મંગની લાલ મંડલ, RJDના નવા અધ્યક્ષ બનશે


બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા આજે RJDના નવા પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી યોજાવાની છે. RJDના આલાકમાન મંગની લાલ મંડલનું નામ નક્કી થઇ ચુક્યુ છે. તેઓ આજે જ ઉમેદવારી ફોર્મ ભરશે. તેમનું અધ્યક્ષ બનવુ નક્કી છે. ઉમેદવારી ફોર્મ તો માત્ર ઔપચારીક પ્રક્રિયાનો એક ભાગ છે. અધ્યક્ષનુ એલાન તો 19 જૂને કાર્યકારી સમિતિની બેઠકમાં થશે. આથી એ વાત પર હાલ સૌ કોઇની નજર છે કે આ મંગની લાલ મંડલ કોણ છે, જે બિહાર RJDના અધ્યક્ષ થશે. સાથે જાણીએ કે નિર્ણય પાછળ રાજનૈતિક એંગલ શુ છે?

રાજકારણમાં ક્યારેય પણ કોઇ નિર્ણય એમ જ લેવામા આવતો નથી.

કોણ છે મંગની લાલ મંડલ

મંગની લાલ મંડલ RJDના મોટા નેતા છે.

મંગની લાલ મંડલ RJDના દિગ્ગજ નેતા છે. તેઓએ 2019માં નારાજ થઇને જેડીયુ છોડી દીધુ હતુ થોડા સમયમાં જ ફરી પાર્ટીમાં પરત ફર્યા હતા. 76 વર્ષના મંગની લાલ પછાત વર્ગના નેતા તરીકે વધારે જાણીતા છે. 1986થી 2004 સુધી તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા હતા આ દરમિયાન લાલુ યાદવમાં સરકારની કેબીનેટમાં મંત્રી રહ્યા હતા ત્યારબાદ સાંસદ બન્યા આરેજડીમાં પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ જરૂરી સમજીને પાર્ટી સાથે જોડાયેલા રહ્યા 2004થી 2009 સુધી મંગની લાલ રાજ્યસભાના સાંસદ રહ્યા આ સિવાય ઝંઝારપુર લોકસભા સીટ પરથી સાંસદ રહી ચુક્યા છે.

જાતીય સમીકરણ સાધવામાં લાગ્યા લાલુ યાદવ

મંગની લાલને પ્રદેશ અધ્યક્ષ બનાવીને આરજેડી જાતીય સમીકરણ સાધવામાં લાગ્યુ છે. મંગની લાલ ખુબજ પછાત લોકોનું પ્રતિનિધિત્વ કરે છે અને પછાત વર્ગમાં તેઓ ખુબજ લાડીલા નેતા છે. તેઓ ખુબજ પછાત એવી ધાનુક જાતી સાથે જોડાયેલા હોવાથી મતદારોને રીઝવવા પક્ષ માટે ખુબ સરળ રહેશે. બિહારમાં ખુબજ પછાત મતદાતા જેડીયુ અને BJPની સાથે છે. આ વખતે મહાગઠબંધનનો પ્રયાસ છે કે ગમે તે કરીને પાર્ટી મંગની લાલને આરજેડીના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવે જેનાથી જાતીય સમીકરણને ખુબ સરસ રીતે પોતાની તરફેણમાં કરી શકાય .



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!