બ્રેકીંગ ન્યુઝ

Aravalli: બાયડમાં અસહ્ય ઉકળાટ અને બાફ બાદ વરસાદી માહોલ


ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂ થઇ છે. ત્યારે છેલ્લા ત્રણ-ચાર દિવસથી અરવલ્લી સહિત બાયડ પંથકમાં ભારે ગરમીની સાથે ઉકળાટ અને બાફમાં લોકો તોબા પોકારી ઉઠયા હતા. ત્યારબાદ શનિવારે આખો દિવસ ગરમીમાં લોકો શેકાયા હતા. પછી મોડી સાંજે વાતાવરણ પલટાયું હતું અને વરસાદી માહોલ સર્જાયો હતો. બાયડ શહેર અને તાલુકામાં શનિવારે સાંજે વાતાવરણ પલટાયું હતું. દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટની સાથે ગરમીનો પારો પણ વધેલો હતો. ઉકળાટ અને બાફના કારણે લોકો પરસેવે રેબઝેબ થઇ ઉઠયા હતા. બપોર બાદ મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. પહેલાં ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. ધૂળની ડમરીઓ ઉડી હતી. જેના કારણે રસ્તા પર વાહનચાલકો અટવાયા હતા. ભારે પવનના કારણે કેટલેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાના બનાવો પણ બન્યા હતા. રસ્તા પર વૃક્ષો તૂટી પડતાં ટ્રાફિક અટવાયો હતો. જો કે યુવાનો મદદે આવ્યા હતા અને રસ્તા પરથી વૃક્ષો દૂર કર્યા હતા. ત્યાર બાદ વરસાદ તૂટી પડયો હતો. પવનની સાથે ભારે વરસાદ વરસ્યો હતો. બાયડ શહેર પંથકમાં સારું એવું ઝાપટું નાખતાં રાત્રે લોકોને અસહ્ય ઉકળાટ અને બાફમાં હંગામી રાહત મળી હતી.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!