બ્રેકીંગ ન્યુઝ

Gujarat By election: આચાર સંહિતાના ભંગ બદલ AAPના નેતા સહિત બેની અટકાયત


વિસાવદરની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના રાજુ કરપડા સહિત બે લોકોની પોલીસે અટકાયત કરી છે. આ ઉપરાંત પોલીસે રાજુ કરપડાની એજન્ટ તરીકેની નિમણૂક રદ કરી છે. તેમને વિસાવદર વિધાનસભા છોડી જવા ઓર્ડર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અપક્ષના એક ઉમેદવાર સંજય ટાંકની પણ અટકાયત કરવામાં આવી છે. પોલીસે આ બે લોકોની ચૂંટણીમાં આચાર સંહિતા ભંગ કરવા અંગે કાર્યવાહી કરી છે.

પોલીસે એજન્ટ તરીકેની નિમણૂક રદ કરી

આવતીકાલે કડી અને વિસાવદર બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન થવાનું છે. ગઈકાલે ચૂંટણીના પ્રચાર પડધમ શાંત થયા હતાં. ત્યારે હવે વિસાવદર બેઠક પર ચૂંટણીનો માહોલ ગરમાયો છે. પોલીસે આચાર સંહિતાના ભંગ બદલ આમ આદમી પાર્ટીના રાજુ કરપડા અને એક અપક્ષ ઉમેદવાર સંજય ટાંકની ધરપકડ કરી છે. રાજુ કરપડાની પોલીસે એજન્ટ તરીકેની નિમણૂક રદ કરી વિધાનસભા છોડી જવા આદેશ કર્યો છે.

ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ પણ પ્રચાર કર્યો હોવાનો આક્ષેપ

આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા સામે ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ પણ પ્રચાર કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. રાજુ કરપડાએ આણંદપુર ગામે દારુ ઝડપીને હરિફ પાર્ટી પર આક્ષેપો કર્યા હતાં. તેમણે પક્ષનો પ્રચાર કરીને ચૂંટણીની કામગીરીમાં વિક્ષેપ કર્યો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ સામે કાર્યકરોને ખરીદવાનો પણ આક્ષેપ કરાયો હતો.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!