બ્રેકીંગ ન્યુઝ

Gujarat By election: જાણો 12 વાગ્યા સુધી કેટલું વોટિંગ થયું?


ગુજરાતમાં આજે કડી અને વિસાવદર બેઠક પર પેટાચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે. બંને બેઠકો પર ત્રણ પક્ષો વચ્ચે જંગ ખેલાઈ રહ્યો છે. ત્યારે કડી બેઠક પર રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે બ્રાહ્મણ વાડી સંસ્કાર પ્રા.શાળામાં મતદાન કર્યું હતું. વહેલી સવારથી બંને બેઠકો પર મતદાન માટે મતદાતાઓની લાઈનો લાગી હતી. ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યા હતાં.

કડીમાં 12 વાગ્યા સુધીમાં 30 ટકાથી વધુ મતદાન થયું

કડી અને વિસાવદર બેઠક પર મતદાનના આંકડા જોઈએ તો, કડીમાં 12 વાગ્યા સુધીમાં 30 ટકાથી વધુ મતદાન થયું છે. જ્યારે વિસાવદરમાં 35 ટકા મતદાન થયું છે.યુવાનો, વૃદ્ધો અને દિવ્યાંગ નાગરિકો દ્વારા મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિસાવદરની ચૂંટણીમાં 290થી વધુ બુથો પર વેબકાસ્ટિંગ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રથમવાર મતદાન કરતાં મતદારોએ પણ અન્ય મતદારોને મત આપવા અપીલ કરી છે.

 ત્રણેય પક્ષો દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યાં છે

કડીમાં ભાજપમાંથી રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસમાંથી રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડા વચ્ચે જંગ ખેલાશે. આ ઉપરાંત અપક્ષ અને શંકરસિંહ વાઘેલાની પાર્ટી પણ જંગમાં ઉતરશે. જ્યારે વિસાવદરમાં ભાજપ તરફથી કિરીટ પટેલ, કોંગ્રેસ તરફથી નીતિન રાણપરીયા અને આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલીયા વચ્ચે જંગ જામ્યો છે. ત્રણેય પક્ષો દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યાં છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!