બ્રેકીંગ ન્યુઝ

Gujarat by Election 2025: 1 વાગ્યા સુધીમાં કેટલું થયુ મતદાન ?


રાજ્યમાં આજે બે બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન હાથ ધરવામાં આવ્યુ છે. ત્યારે વરસાદી માહોલમાં પણ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. વિસાવદર અને કડીમાં બપોરના 1 વાગ્યા સુધીમાં મતદાતાઓએ વોટ આપી પોતાની ફરજ નિભાવી છે. વિસાવદરમાં અત્યાર સુધીમાં 39.25 ટકા અને કડીમાં અત્યાર સુધી 30 ટકાથી વધુ મતદાન નોંધવામાં આવ્યુ છે.

પેટાચૂંટણી માટે હાથ ધરાયુ મતદાન

રાજ્યમાં બે બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યુ છે. તો વિસાવદરમાં અત્યાર સુધીમાં 39.25 ટકા મતદાન નોંધવામાં આવ્યુ છે. તો કડીમાં અત્યાર સુધી 30 ટકાથી વધુ મતદાન કરવામાં આવ્યુ છે. મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. વરસાદી માહોલમાં પણ મતદાતાઓ મત કેન્દ્ર પર જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી મતદાન મથકો પર મતદાતાઓ શાંતિપૂર્ણ માહોલમાં વોટ આપી રહ્યા છે. તો આ તરફ, મતદાનનો માહોલ જોઇને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા છે.

ઉમેદવારો મેદાને ઉતર્યા

કડીમાં ભાજપમાંથી રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસમાંથી રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડા વચ્ચે ટક્કર થઇ છે. આ સિવાય અપક્ષ અને શંકરસિંહ વાઘેલાનો પક્ષ પણ જંગમાં ઉતરશે. જ્યારે વિસાવદરમાં ભાજપ તરફથી કિરીટ પટેલ, કોંગ્રેસ તરફથી નીતિન રાણપરીયા અને આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલીયા મેદાને ઉતર્યા છે. ત્રણેય પક્ષો દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યાં છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!