બ્રેકીંગ ન્યુઝ

Gujarat By election: કડી-વિસાવદરમાં મતદાન પૂર્ણ, જાણો ક્યાં કેટલું મતદાન થયું?


ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. વિસાવદરમાં 56 અને કડીમાં 58 ટકા મતદાન નોંધાયું છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ મતદાન બાદ જીતના દાવા કર્યાં છે. આજે વહેલી સવારથી જ શરૂ થયેલા મતદાનમાં લોકો મત આપવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતાં. મતદારોએ મત આપવા માટે ઉત્સાહ દાખવ્યો હતો.

વેબકાસ્ટિંગ દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું

બંને બેઠકો પર સવારે સાત વાગ્યાથી જ યુવાનો, વૃદ્ધો અને દિવ્યાંગ નાગરિકો દ્વારા મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિસાવદરની ચૂંટણીમાં 290થી વધુ બુથો પર વેબકાસ્ટિંગ દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે કડીમાં પણ બોગસ વોટિંગ અટકાવવા માટે વેબકાસ્ટિંગથી મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. બંને બેઠકોના મતદાન મથકો પર સીસીટીવી ફૂટેજથી નજર રાખવામાં આવી હતી.

ત્રણેય પક્ષો દ્વારા જીતના દાવા કરવામાં આવ્યા

કડીમાં ભાજપમાંથી રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસમાંથી રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડા વચ્ચે જંગ ખેલાયો છે.આ ઉપરાંત અપક્ષ અને શંકરસિંહ વાઘેલાની પાર્ટી પણ જંગમાં ઉતરી હતી. જ્યારે વિસાવદરમાં ભાજપ તરફથી કિરીટ પટેલ, કોંગ્રેસ તરફથી નીતિન રાણપરીયા અને આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલીયા વચ્ચે જંગ ખેલાયો હતો. ત્રણેય પક્ષો દ્વારા જીતના દાવા કરવામાં આવ્યા છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!