બ્રેકીંગ ન્યુઝ

Gram panchayat election: ચૂંટણી પ્રચાર શાંત થયો, 22 જૂને મતદાન યોજાશે


ગુજરાતમાં કડી અને વિસાવદર પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. જેમાં ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યા છે. આખરે કોણ જીતશે એતો પરિણામના દિવસે જ ખબર પડશે. બીજી તરફ રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પ્રચાર પડધમ શાંત થયાં છે. આગામી 22 જૂને ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન યોજાશે. રાજ્યમાં સરકાર અને ધારાસભ્યો સહિતના આગેવાનોએ વધુમાં વધુ ગ્રામ પંચાયતો સમરસ થાય તેવા પ્રયાસો હાથ ધર્યા હતાં.

ચૂંટણી પહેલા 751 પંચાયતો બિનહરીફ થઈ

ગુજરાતમા ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલા 751 પંચાયતો બિનહરીફ થઈ હતી. હવે આજે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પ્રચાર શાંત થયો છે. 22 જૂને પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાશે. સવારે સાત વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. રાજ્યમાં 3541 ગ્રામ પંચાયતોમાં સામાન્ય, 353 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી, 3656 સરપંચ અને 16224 સભ્યો માટે સામાન્ય ચૂંટણી યોજાશે.

રાજ્યભરમાં 3939 સંવેદનશીલ મતદાન કેન્દ્રો

ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 81 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યની ગ્રામ પંચાયતોમાં 10479 મતદાન મથકો પર મતદાન થશે. રાજ્યભરમાં 3939 સંવેદનશીલ મતદાન કેન્દ્રો છે. જ્યારે 336 અતિ સંવેદનશીલ મતદાન મથકોનો સમાવેશ થાય છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીનું 22મી જૂનના રોજ મતદાન થશે અને 25મી જૂનના રોજ પરિણામ જાહેર થશે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!