બ્રેકીંગ ન્યુઝ

Junagadh જિલ્લામાં આવતીકાલે 73 ગ્રામ પંચાયતની યોજાશે ચૂંટણી, જુઓ VIDEO


જુનાગઢ જિલ્લામાં આવતીકાલે 22 જૂને 73 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. ત્યારે હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ તૈયારીઓને આખરીઓપ આપવામાં આવ્યો છે. સરપંચની 70 અને 317 સભ્યોની બેઠક માટે ચૂંટણી યોજાશે.

જિલ્લામાં 177 મતદાન મથકોમાં મતદાન કરાશે. જેના માટે 1,093 કર્મચારીઓ કામગીરી કરશે. કુલ 1,33,193 મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. ઉલ્લેખનીય છે કે જુનાગઢ જિલ્લામાં કુલ 11 સમરસ ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવી છે અને ત્રણ સરપંચ બિનહરીફ જાહેર થયા છે.

22 જૂને 3,541 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાશે

તમને જણાવી દઈએ કે રાજ્યની 3,541 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી છે, જ્યારે 353 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે, રાજ્યભરમાં 3,656 સરપંચોની તથા 16,224 સભ્યોની બેઠક માટે સામાન્ય ચૂંટણી યોજાશે. આ માટે રાજ્યના 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી નાગરિકો મતદાન કરી શકશે. રાજ્યમાં 10,479 મતદાન મથકો પર મતદાન થશે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં 3,939 સંવેદનશીલ મતદાન કેન્દ્રો છે, જેમાં 336 અતિ સંવેદનશીલ મતદાન મથકોનો સમાવેશ પણ થાય છે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!