બ્રેકીંગ ન્યુઝ

Gram Panchayat Election: 22 જૂનના રોજ 3,541 ગ્રામ પંચાયતમાં યોજાશે ચૂંટણી


રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓને લઈને આખરી ઓપ આપવામાં આવ્યો છે. 22 જૂને રાજ્યના 3,541 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાશે તો 353 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. ત્યારે આજે ગાંધીનગર ખાતે મતપેટીઓ ડિસ્પેચ કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં 89 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે.

મતદાન મથકો પર વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

તમને જણાવી દઈએ કે રાજ્યની 3,541 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી છે, જ્યારે 353 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે, રાજ્યભરમાં 3,656 સરપંચોની તથા 16,224 સભ્યોની બેઠક માટે સામાન્ય ચૂંટણી યોજાશે. આ માટે રાજ્યના 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં 10,479 મતદાન મથકો પર મતદાન થશે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં 3,939 સંવેદનશીલ મતદાન કેન્દ્રો છે, જેમાં 336 અતિ સંવેદનશીલ મતદાન મથકોનો સમાવેશ પણ થાય છે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લામાં 89 ગ્રામ પંચાયતોની ચૂંટણી

હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટેના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. હાલમાં ગાંધીનગર ખાતેથી મતપેટીઓ પણ ડિસ્પેચ કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં 89 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવવાની છે. સરપંચની 89 બેઠકો અને 785 વોર્ડ માટે મતદાન યોજાશે. 285 મતદાન મથકો માટે 498 મતપેટીઓ ડિસ્પેચ કરવામાં આવી છે. 



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!