બ્રેકીંગ ન્યુઝ

Banaskanthaના જૂના ડીસા ખાતે લાકડીના ટેકે વૃદ્ધ મતદાન કરવા પહોંચ્યા, વાંચો Story


જ્યાં ઇચ્છા છે, ત્યાં રસ્તો છે અને જ્યાં જવાબદારી છે, ત્યાં લોકશાહી જીવંત છે. જ્યારે નાગરિકો પોતાની જવાબદારી નિભાવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે, ત્યારે લોકશાહી વધુ સશક્ત બને છે. ચાલી નથી શકતો તો શું થયું હું મારા મતાધિકારનો ઉપયોગ તો કરી જ શકું છું. મત આપવો એ મારો અધિકાર છે, બાકી બધું કામ તો ચાલ્યા કરે પણ મત આપ્યા વગર ના ચાલે આ શબ્દો છે બનાસકાંઠા જિલ્લાના ૬૮ વર્ષીય નટવરભાઈ ધનાભાઈના.

વૃદ્ધ હોવા છત્તા પણ મતદાન કર્યુ

વૃદ્ધે ગ્રામ પંચાયતની ચૂંટણી ૨૦૨૫ દરમિયાન મત આપીને પોતાની જવાબદારી નિભાવી છે. શારીરિક અશક્ત હોવા છતાં, નટવરભાઈએ મતદાન ન કરવાનું મનમાં પણ લાવ્યા નહીં. ચૂંટણીના આ મહાપર્વને પોતાની નૈતિક ફરજ માનતા તેઓ લાકડીના ટેકા સાથે દરબારગઢ પ્રાથમિક શાળા, જૂના ડીસા ખાતે મતદાન મથક સુધી ધીમે ધીમે પગલાં ભરતાં પહોચ્યા હતા. મતદાનની આ ફરજ નિર્વાહમાં તેમનો ઉદાર અને દીર્ઘદૃષ્ટિવાળો અભિગમ દરેક મતદાર માટે પ્રેરણારૂપ બન્યો હતો.

વૃદ્ધે સૌને મતદાન કરવા અપીલ કરી

જ્યારે તેઓ મતદાન મથક પહોંચ્યા ત્યારે ફરજ પર હાજર પોલીસ જવાન પ્રહલાદભાઈ પ્રેમાભાઈ ચૌધરીએ તાત્કાલિક પોતાની ફરજ નિભાવી આગળ આવી દાદાને સહારાપૂર્વક મતદાન બુથ સુધી પહોંચાડ્યા અને દાદાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દાદાએ હાજર નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!