બ્રેકીંગ ન્યુઝ

Arvalliના ભિલોડાની ઇન્દ્રશી નદીમાં આવ્યા નવા નીર, જુઓ Video


અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે, ભિલોડાની ઇન્દ્રશી નદીમાં આવ્યા નવા નીર આવ્યા છે અને ઉપરવાસમાં વરસાદથી નદીમાં નવા નીર આવ્યા છે, પ્રથમ વરસાદમાં નદી બે કાંઠે વહેતી થઇ છે, તો ખેડૂતોને ઉનાળુ પાક વખતે પાણી મળી રહેશે તેવી આશા જાગી છે, તો અરવલ્લી જિલ્લાના ડેમોમાં પણ નવા નીરની આવક થઈ છે.

મોડાસામાં 4 ઈંચ વરસાદથી જળબંબાકાર

મોડાસમાં 4 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે, ભારે વરસાદથી સબલપુર ગામનો રસ્તો બંધ થયો છે,અને રેલવે અંડરપાસમાં પાણી ભરાતા રસ્તો બંધ થયો છે, રસ્તો બંધ થઈ જતા બંને તરફ લોકો અટવાયા છે.

ચૂંટણી વચ્ચે આજે અતિભારે વરસાદની આગાહી

અરવલ્લી જિલ્લામાં આજે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જો કે રવિવારે ચૂંટણી યોજાય તે પહેલાં શનિવારે મોડાસા અને મેઘરજ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે હવામાન વિભાગે રવિવારે અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!