બ્રેકીંગ ન્યુઝ
Gram Panchayat election: લીમડીમાં 102 વર્ષના વૃધ્ધ 100 વર્ષના વૃદ્ધાએ કર્યું મતદાન

આજે ગુજરાતમાં સવારથી જ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. પ્રથમ વખત મત આપતા યુવાઓથી લઈને ઉંમરની સદી વટાવી ચૂકેલા વૃદ્ધ લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. દાહોદના લીમડીમાં 102 વર્ષના વૃધ્ધ અને 100 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું હતું. ગ્રામજનોએ બંનેને ફૂલહાર પહેરાવીને સન્માનિત કર્યા હતાં. તેમણે લોકોને મત આપવા માટે પ્રેરણા આપી હતી.
ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે દાહોદના લીમડી ખાતે 102 વર્ષના રમણ ભાઈ મોઢીયા અને 100 વર્ષના હેતીબેન ગારી મતદાન કરવા પહોંચ્યા હતાં. બંને જણાએ મત આપીને આજના યુવાઓ જે પ્રથમ વખત મતદાન કરી રહ્યાં છે તેમને પ્રેરણા આપી હતી. આ ઉપરાંત અન્ય લોકોને પણ મત આપવા તેમણે અપીલ કરી હતી. બંને વૃદ્ધજનોનું ગ્રામજનો દ્વારા ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.