Gram Panchyat Result 2025: દહેગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ આવતા ઉજવણી શરુ

ગાંધીનગરના દહેગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. પરિણામ આવતાની સાથે જ કાર્યકોરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિજેતા ઉમેદવાર માટે કાર્યકરો ખુશ છે. જનતાએ વિશ્વાસ મુકવા બદ્દલ વિજેતા ઉમેદવારો તેમનો આભાર માની રહ્યા છે. ગાંધીનગરના દહેગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 22 જૂનના રોજ મતદાન હાથ ધરવામાં આવ્યુ હતુ. અને ઉમેદવારોના ભાવિ સીલ થયા હતા. ત્યારે આજની મતગણતરીને ઉમેદવારોને જીત અને હારનો માર્ગ બતાવ્યો છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ
ગાંધીનગર દહેગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ આવતા ઉજવણી શરુ થઇ છે. ખાખરા ગામના સરપંચ તરીકે ગાભુસિંહ ઝાલાની જીત થઇ છે. તો લાખાના મુવાડા ગામના સરપંચ રમેશ ઝાલા બન્યા છે. તો બીજી તરફ, પનાના મુવાડા ગામના સરપંચ તરીકેનું સંચાલન સૂર્યાબેન ઝાલા કરશે. તો બિલમણા ગામના સરપંચ બાલાજી પરમાર બન્યા છે. બારડોલી ગામના સરપંચ તરીકે ભરતસિંહ વાઘેલાનું નામ જાહેર કરાયુ છે. અને કૃષ્ણનગર કોઠી ગામના સરપંચ તરીકે ચંદ્રકાંત પટેલ પોતાની કામગીરી શરુ કરશે.
સરપંચ સંભાળશે કમાન
રાજ્યમાં 3895 ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ જાહેરાતમાં મહિલા અને પુરુષે પોતાનો દમ બતાવ્યો છે. આજના પરિણામમાં અમુક સ્થળે ઇતિહાસ રચાયો છે. અને અમુક સ્થળે ચોંકાવનારા નામ સામે આવ્યા છે. પરંતુ આ બધીની વચ્ચે સ્થાનિકો માત્ર એટલું જ ઇચ્છે છે કે, તેમની માગણીઓ પૂર્ણ કરવામાં આવે અને તેમને કોઇ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.