બ્રેકીંગ ન્યુઝ

Gram Panchayat election: ઝાલોદના મોટી હાંડીમાં 24 જૂને ફરી મતદાન થશે


દાહોદમાં આજે સવારથી જ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન શરૂ થયું હતું. આ દરમિયાન જિલ્લાના ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામમાં સરપંચ અને સભ્યના બેલેટ ગુમ થતા બબાલ થઈ હતી. આ દરમિયાન મતદાન મથક પર માથાકૂટ થઈ હતી. ત્યાર બાદ પ્રાંત અધિકારીએ મતદાન બંધ કરી દીધું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. હવે આ મતદાન મથક પર 24મી જૂન 2025ના રોજ ફરીવાર મતદાન થશે.

ઝાલોદના મોટીહાંડીમાં ફરી મતદાન થશે

દાહોદ જિલ્લાના ઝાલોદમાં મોટીહાંડી ગામે મતદાનને લઈ બબાલ થઈ હતી. સરપંચ અને સભ્યોના બેલેટે ગુમ થયા હોવાથી માથાકૂટ થઈ હતી. સરપંચ પદના ઉમેદવારના સમર્થકો સામસામે આવી ગયા હતાં. બંને જૂથોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે પોલીસ પણ દોડતી થઈ હતી. બબાલ થતા મતદાન અટકાવવી દેવાયું હતું. DySP સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હવે મોટી હાંડી મતદાન મથક પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 24 જૂન 2025ના રોજ ફરીવાર મતદાન કરાશે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!