બ્રેકીંગ ન્યુઝ

Gram Panchayat election: ડાંગના ગલકુંડ ગામમાં સરપંચની ચૂંટણીમાં બાપ દીકરા વચ્ચે જંગ


ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન ક્યાંક બોગસ મતદાન અને ક્યાંક બે જૂથો વચ્ચે માથાકૂટ થઈ હોવાના બનાવો સામે આવ્યાં છે. ત્યારે ડાંગ જિલ્લાની ગલકુંડ ગ્રામ પંચાયતમાં સરપંચ બનવા માટે બાપ દીકરો સામ સામે ચૂંટણી લડી રહ્યાં છે. એકબીજાને હરાવવા માટે બંને જણાએ એડીચોટીનું જોર લગાવી દીધું છે.

ડાંગ જિલ્લાની 42 ગ્રામ પંચાયતોમાં પણ ચૂંટણીનો જંગ

આજે ગુજરાતની ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે ડાંગ જિલ્લાની 42 ગ્રામ પંચાયતોમાં પણ ચૂંટણીનો જંગ ખેલાઈ રહ્યો છે. જિલ્લાની ગલકુંડ ગ્રામ પંચાયતમા બાપ અને દીકરો સામ સામે આવી ગયા છે. બંને જણા સરપંચ બનવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુલકુંડ ગ્રામ પંચાયત ચર્ચાનો વિષય બની છે. વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે લાઈનમાં ઉભા રહ્યાં છે.

દીકરો રાજેશ સુરેશ વાઘ અને પિતા સુરેશ વાઘ સામ સામે

ડાંગ જિલ્લાની ગુલકુંડ ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં દીકરો રાજેશ સુરેશ વાઘ અને પિતા સુરેશ વાઘ સામ સામે આવી ગયા છે. બંને જણાએ એક બીજાને હરવવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું છે. સમગ્ર જિલ્લાની 42 ગ્રામ પંચાયતોમાં ગુલકુંડ ગ્રામ પંચાયત ચર્ચાનો વિષય બની છે. રાજ્યમાં ગ્રામ પંચાયતોમાં કોઈ બાબતે દુશ્મની કે ઝઘડા ઉભા ના થાય તે માટે સમરસ કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરાયા હતાં. પરંતુ આ ગ્રામ પંચાયતમાં બાપ દીકરો એક બીજાને હરાવવા માટે મેદાનમાં ઉતરી ગયાં છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!