Kheda News: આયોજનમાં તંત્રની બેદરકારી સામે આવતા સ્થાનિકોમાં જોવા મળી નારાજગી

ખેડાના મહુધામાં ગ્રામ પંચાયતની ચૂંટણી હાથ ધરવામાં આવી છે. ત્યારે મહુધા તાલુકાના વડથલ અને ખેડા તાલુકાના હરિયાળામાં મતાધિકારોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ અહીં વોટિંગ દરમિયાન નારાજગીનો માહોલ પણ દેખાયો છે. તેનું કારણ છે અપૂરતો સ્ટાફ, અપૂરતા સ્ટાફના કારણે વોટર્સને પુરતી સુવિધા મળી નથી રહી. બન્ને ગ્રામ પંચાયતમાં ચૂંટણી માટે અપૂરતા સ્ટાફ થી ઉમેદવારો અને મતદારોમાં રોષ જોવા મળ્યો છે.
અયોગ્ય આયોજન સામે રોષ
મહુધા અને ખેડા તાલુકા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી સ્ટાફ મુકવામાં યોગ્ય આયોજન કર્યું ન હોવાનો રોષ સ્થાનિકોએ દર્શાવ્યો છે. ખેડા જિલ્લામા 91 સરપંચોની પસંદગી માટે 477 ઉમેદવારો મેદાનમાં ઉતર્યાં છે. જેમાં મહુધાના વડથલ તેમજ ખેડાના હરિયાળા ખાતે મતદાન યોજવામાં આવ્યુ છે. મહિલાઓ અને પુરુષો લાંબી કતારમાં જોવા મળી રહ્યા છે. તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે મહુધા અને ખેડા તાલુકા તંત્ર દ્વારા યોગ્ય આયોજન નહિ થતા મતદારોને પ્રતીક્ષા કરવી પડી રહી છે.
ખેડાના મહુધામાં ગ્રામ પંચાયતની ચૂંટણી
મહુધા અને ખેડા તાલુકા ચૂંટણી તંત્ર દ્વારા સ્ટાફ મુકવામાં યોગ્ય આયોજન નથી કરાયુ. જેનો રોષ મતાધિકારો બતાવી રહ્યા છે. વડથલ ગામે સરપંચ પદ માટે બે ઉમેદવાર સામ-સામે ટક્કરમાં છે. અને મહુધા તાલુકા તંત્રના આયોજનથી નિરાશા વ્યક્ત કરવામાં આવી છે. તો ખેડાના હરિયાળા ગામે સરપંચ પદ પર પણ બે ઉમેદવારો મેદાને ઉતર્યા છે. પરંતુ આ બધાની વચ્ચે અપૂરતા સ્ટાફથી લોકો હેરાન પરેશાન થયા છે. વડથલ ગામ ની 6000ની વસ્તી અને 3500 કરતાં વધારે મતદાન થઇ રહ્યુ છે. ત્યારે આયોજનમાં કચાશનો રોષ જોવા મળી રહ્યો છે. તો હરિયાળા ગામે પણ 3900 કરતા વધારે મતદારો મતદાન કરી રહ્યા છે.