બ્રેકીંગ ન્યુઝ

Ahmedabad: કોંગ્રેસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પ્રવક્તા અમિત નાયકને સસ્પેન્ડ કરી દીધા


ગુજરાતમાં ચૂંટણી જાહેર થતાં જ કોંગ્રેસના નેતાઓ અસલી રંગમાં આવી જતાં હોય છે. કડી અને વિસાવદર સહિત ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાં જ કોંગ્રેસમાં રેસ અને લગ્નના ઘોડાની લડાઈ શરૂ થઈ ગઈ હતી. તાજેતરમાં કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે અમદાવાદ શહેરના પૂર્વ પ્રમુખ હિંમતસિંહ પટેલ સામે આક્ષેપ કરીને રાજીનામું આપી દીધું હતું. ત્યારે હવે કોંગ્રેસે પ્રવક્તા અમિત નાયકને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.

પ્રવક્તા અમિત નાયકને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા

કોંગ્રેસની શિસ્ત સમિતિએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પક્ષના પ્રવક્તા અમિત નાયકને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. તેમને સસ્પેન્ડ કરવા અંગે કોંગ્રેસ દ્વારા કહેવાયું છે કે, અમિત નાયકે સોશિયલ મીડિયામાં પક્ષ વિરોધી પોસ્ટ મુકી હતી. તેમણે એટ્રોસિટી અંતર્ગત ગુનો બને તેવા શબ્દો વાપર્યા હતાં. આ ઉપરાંત પૈસાના તોડ માટેની ટેલિફોનિક વાતચીત બદલ તેમને સસ્પેન્ડ કરી દીધા છે.

અમિત નાયકે સોશિયલ મીડિયામાં રાજીનામું આપ્યું હતું

તાજેતરમાં અમિત નાયકે સોશિયલ મીડિયામાં અમિત નાયકે કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથેનો એક ફોટો મુકીને ગંભીર આક્ષેપ કર્યા હતાં. તેમણે હિંમતસિંહ પટેલ સામે સવાલો ઉઠાવ્યા હતાં. આ ઉપરાંત તેમણે રાહુલ ગાંધીને પણ ગુજરાતમાં સંગઠન અંગે પત્ર પણ લખ્યો હતો. ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયામાં રાજીનામું આપ્યું હતું.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!