બ્રેકીંગ ન્યુઝ

Gondalના રિબડા ગામે મહિપતસિંહ જાડેજાના પૌત્ર સત્યજીતસિંહની સરપંચની ચૂંટણીમાં જીત


રાજકોટના ગોંડલના રિબડા ગામે મહિપતસિંહ જાડેજાના પૌત્ર સત્યજીતસિંહની સરપંચની ચૂંટણીમાં જીત થઈ છે, ગોંડલના રિબડામાં પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, રિબડામાં એક સભ્ય માટે યોજાઇ હતી પેટાચૂંટણી.

રિબડા ગામે 1 સભ્યની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર

ગોંડલ તાલુકાના રિબડા ગામે 1 સભ્યની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, પૂર્વ ધારાસભ્ય સ્વ. મહિપતસિંહ જાડેજાના અવસાન બાદ 1 સભ્યની ચૂંટણી યોજાઈ હતી. અને સ્વ. મહિપતસિંહ જાડેજાના પૌત્ર સત્યજીતસિંહ જાડેજા વીજેતા જાહેર થયા છે, લોકોએ ફૂલહાર કરીને તેમને વધાવી લીધા છે, સત્યજીતસિંહ જાડેજાને 111 મત જ્યારે રક્ષિત ખૂંટને 37 મત મળ્યા હતા. રિબડા ગામમાં વોર્ડ નં.8 ની પેટા ચૂંટણી યોજાઈ હતી, સાથે સાથે મોટી સંખ્યામાં સમર્થકોએ વિજેતા ઉમેદવારના હારતોરા કરી ઢોલ નગારા સાથે ઉજવણી કરી હતી.

ગોંડલના વાવડીના વીડા ગામે પ્રથમવાર ચૂંટણી યોજાઈ હતી

ગોંડલ તાલુકાના વાવડીનો વીડો ગામે સૌપ્રથમવાર ચૂંટણી યોજાઈ હતી અત્યાર સુધી ચોરડી ગામમાં ચૂંટણી યોજાતી આ પેટા ચૂંટણીમાં વાવડીનો વીડો અલગ કરવામાં આવ્યો હતો. વાવડીનો વીડો ગ્રામ પંચાયતમાં ઉમેદવાર ભરતભાઈ મકવાણાનો વિજય થયો.

૧,૭૬,૧૫૮ મતોની ગણતરી મેન્યુલી રીતે કરવામાં આવશે

જ્યારે ૧૧ ગ્રામપંચાયતની પેટા ચૂંટણીમાં કુલ ૧૭,૩૩૫ મતદારોમાંથી ૧૦,૮૯૫ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતાં ૬૨.૮૫ ટકા મતદાન નોંધાવા પામ્યું હતું. આ જોતા દસેદસ તાલુકામાં કુલ ૧,૭૬,૧૫૮ મતોની ગણતરી મન્યુઅલી રીતે કરવામાં આવશે. કારણ કે, આ વખતે બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવ્યું હોવાને કારણે સ્વાભાવિક પણે જ મત ગણતરીમાં થોડો સમય વધુ લાગશે. પરિણામે વિવિધ ગામોમાં વિજેતા ઉમેદવારોનાં વિજય સરઘસ સંભવતઃ સાંજ બાદ જ નીકળે તેવી શક્યતાઓ પણ નકારી શકાય નહીં. વિજય સરઘસ વખતે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવાશે.

 



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!