Kadi by Election Result 2025: રમેશ ચાવડાએ હાર સ્વીકારી જનતાનો માન્યો આભાર

કડીમાં પેટા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારે પોતાની હાર સ્વીકારી છે. ભાજપની લીડને જોતા રમેશ ચાવડાએ હાર સ્વીકારી છે. તો સાથે જ મતદાતાઓનો આભાર પણ માન્યો છે. વોટ આપવા બદ્દલ મતદાતાઓનો આભાર પણ તેઓ વ્યક્ત કર્યો હતો. કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ઉમેદવારોએ મતદાતાઓને રિઝવવા માટે પુરતો પ્રયાસ કર્યો હતો. અને મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટણીમાં પોતાની ફરજ નિભાવી હતી.
ભાજપ-કૉંગ્રેસ વચ્ચે રસાકસી
ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારો એકબીજાને ટક્કર આપવા માટે એડી ચોટીનું જોર લગાવ્યુ હતુ. ત્યારે આજે મતદારોએ પોતાના વોટનું જોર બતાવ્યુ હતુ. અહીં સવારથી જ મતની ગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે રસાકસીનો જંગ જામ્યો હતો. આ ટક્કરમાં કૉંગ્રેસની હાર થઇ છે. અને ભાજપને લીડ મળી છે. પોતાની હારને જોતા કૉંગ્રેસના ઉમેદવારે પોતાની હાર સ્વીકારી હતી. અને જનતાનો આભાર પ્રગટ કર્યો હતો. ભાજપની લીડને જોતા રમેશ ચાવડાએ હાર સ્વીકારી હતી.
રમેશ ચાવડાએ મતદારોનો આભાર માન્યો
કૉંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાએ પોતાની હાર સ્વીકાર્યા બાદ મતદાતાઓનો આભાર માન્યો હતો. કડી અને વિસાવદમાં ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. જેમાં ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવામાં આવી રહ્યો છે. આ ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાં નવો વળાંક આવી શકે છે. કડીમાં કૉંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા, ભાજપના રાજેન્દ્ર ચાવડા અને આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા વચ્ચે જંગ જામી હતી.