Valsad News: સરપંચ પદના 213 અને સભ્ય માટે 1,070 ઉમેદવારો મેદાને ઉતર્યા

વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન હાથ ધરાયુ છે. 64 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને 69 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજવામાં આવી છે. જેમાં સવારે 7 વાગ્યાથી લઇને સાંજના 6 વાગ્યા સુધી વોટિંગ કરવામાં આવશે. જિલ્લાના 80 હજાર મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. સરપંચ પદના 213 ઉમેદવારો અને સભ્ય માટે 1070 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
મતદારો બજાવી રહ્યા છે ફરજ
વલસાડ જિલ્લાની 64 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી હાથ ધરવામાં આવી છે. લગભગ 80 હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. મેઘરાજના પ્રકોપની અવગણના કરી મત આપવો કેટલો મહત્ત્વનો છે. તે અંગે ઉદાહરણ ઉભુ કરી રહ્યા છે. 8 ગ્રામ પંચાયતને સમરસ જાહેર કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકાની 22 પૈકી 02 ગ્રામ પંચાયત સમરસ જાહેર થતાં 20 ગામ પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ છે.
કડક પોલીસ બંદોબસ્ત
વલસાડ સહિત અન્ય સ્થળોએ પોલીસ જવાન ખડે પગે તૈનાત છે. કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. અને ઉત્સાહ સાથે પોતાની ઉમેદવારને વોટ આપી રહ્યા છે. મેદાને ઉતરેલા ઉમેદવારોનું ભાવિ વોટિંગ મશીનમાં સીલ કરવામાં આવ્યુ છે.