બ્રેકીંગ ન્યુઝ

Vadodara News: શાંતિમય વાતાવરણમાં ગ્રામ પંચાયત ચૂંટણીની શરૂઆત


વડોદરાના વાઘોડિયા તાલુકામાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. વરસાદી વાતાવરણ વચ્ચે પણ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. અને ચૂક્યા વિના પોતાની ફરજ નિભાવી રહ્યા છે. વાઘોડિયાના 21 ગ્રામ પંચાયતમાં શાંતિમય વાતાવરણમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની શરૂઆત કરવામાં આવી છે. મઢેલી તેમજ બાકરોલ ગામ એમ બે ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ છે.

સમરસ સરપંચની પરંપરા તૂટી

વડોદરાના વાઘોડિયા તાલુકામાં શાંતિમય માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની શરૂઆત થઇ છે. અહીં મઢેલી ગામે 35 વર્ષ બાદ સરપંચ પદ માટેની ચૂંટણી યોજાઇ રહી છે. છેલ્લા 35 વર્ષથી સમરસ સરપંચની ચાલતી પરંપરા તૂટી છે. અને લોકોમાં મત આપવામાં માટે ખુશીનો માહોલ દેખાઇ રહ્યો છે. વાઘોડિયાના 21 ગ્રામ પંચાયતમાં શાંતિમય વાતાવરણમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ રહી છે. 35 વર્ષ બાદ ગ્રામજનો તેમજ યુવાનો સરપંચ પદ માટે મતદાન કરી રહ્યા છે. મઢેલી ગામે 35 વર્ષ બાદ સરપંચ પદ માટેની ચૂંટણી આવતા ગામજનો તેમજ યુવાનોમાં અનોખો ઉમંગ જોઇ શકાય છે.

સૌની નજર મઢેલી ગ્રામ પંચાયત પર

વાઘોડિયા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં સૌની નજર મઢેલી ગ્રામ પંચાયત પર છે. વાઘોડિયા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ છે. કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિકાસ, પાણી, વીજળી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓને ધ્યાનમાં રાખી લોકો મતદાન કરી રહ્યા છે. લોકશાહીના પર્વની ઉજવણી છે. વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે. 



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!