બ્રેકીંગ ન્યુઝ

Dahodના મોટીહાંડી ગામે મતદાન કેન્દ્રમાં બબાલ, બંન્ને જૂથોએ એકબીજા પર પથ્થરમારો કર્યો


દાહોદના મોટીહાંડી ગામે મતદાનને લઈ બબાલ થઈ છે, સરપંચ પદના ઉમેદવારના સમર્થકો સામસામે આવી ગયા છે, બંને જૂથોએ એકબીજા પર પથ્થરમારો કર્યો છે જેના કારણે પોલીસ પણ દોડતી થઈ છે, બબાલ થતા મતદાન અટકાવવામાં આવ્યું છે અને DySP સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.

ઝાલોદ તાલુકાના મોટીહાંડી ગામમાં મતદાન મથક ઉપર માથાકૂટ

ઝાલોદ તાલુકાના મોટીહાંડી ગામમાં મતદાન મથક ઉપર માથાકૂટ થઈ છે, ધામણખોબરા પ્રાથમિક શાળા ઉપર માથાકૂટ થઈ હોવાની વાત સામે આવી છે, સરપંચ પદના સમર્થકોએ સામસામે પથ્થરમારો કરી એકબીજાને ઈજાગ્રસ્ત કર્યા છે, અંગતઅદાવતમાં પથ્થરમારો થયો હોવાની વાત સામે આવી છે, માથાકૂટ થતા મતદાન બંધ કરાયું છે અને ઘટના સ્થળે dysp અને pi સહીત પોલીસ કાફલો પહોંચ્યો છે, પોલીસે ગામના અમુક લોકોની અટકાયત પણ કરી છે.

દાહોદ જિલ્લાની 267 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી

વહેલી સવારે સાત વાગ્યાથી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો ઉપર પહોંચ્યા હતા. સ્થાનિક ગામના વિકાસના મુદ્દા સાથે લોકો મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન પોતાની ફરજ અને હક માનીને મતદારો ઉત્સાહભેર મતદાન કેન્દ્રો ઉપર પહોંચ્યા હતા. મતદાનની શરૂઆત થી જ લોકોની લાંબી કતારો જોવા મળી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!