Gram Panchayat election: તાપી જિલ્લામાં સરપંચની 45 બેઠક માટે 119 ઉમેદવાર મેદાનમાં

ગુજરાતમાં વરસતા વરસાદ વચ્ચે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે. આજે સવારથી જ શરૂ થયેલા મતદાનમાં મત આપવા માટે મતદારોની લાઈનો લાગી છે. તાપી જિલ્લામાં 47 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ રહી છે. જેમાં 37 સામાન્ય અને 10 પેટા ચૂંટણીઓ માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ 47 પંચાયતોની ચૂંટણીમાં સરપંચ પદની 45 બેઠકો માટે 119 ઉમેદવારો મેદાનમાં છે.
વોર્ડ સભ્યોની 262 બેઠકો માટે 611 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે
તાપી જિલ્લાના વ્યારામાં ઊંચામાળા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સવારથી જ મતદારોની લાઈનો લાગી હતી. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ થયું છે. ત્યારે સમગ્ર જિલ્લામાં 47 ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં 37 સામાન્ય અને 10 પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.સરપંચની 45 બેઠક માટે 119 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. વોર્ડ સભ્યોની 262 બેઠકો માટે 611 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદારોની લાઈનો લાગી છે.
44220 પુરૂષ મતદાર અને 41443 મહિલા મતદાર મતદાન કરશે
તાપી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 85663 મતદારો પૈકી 44220 પુરૂષ મતદાર અને 41443 મહિલા મતદાર મતદાન કરશે.કુલ 105 મતદાન મથકો પર સરપંચની 45 બેઠક માટે 119 અને વોર્ડ સભ્યોની 262 બેઠકો 611 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. બીજી તરફ સુરતમાં પણ 62 ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાઈ રહ્યું છે. 75માંથી 13 પંચાયતો બિનહરીફ થઈ છે. સુરતની 62 પંચાયતોમાં 148 ઉમેદવારો મેદાનમાં છે.પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે.