બ્રેકીંગ ન્યુઝ

Gram panchayat election: દાંતા અને ખેરાલુમાં વરસતા વરસાદમાં મતદારો વોટ આપવા પહોંચ્યા


ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે મતદાનનો માહોલ જામ્યો છે. આજે યોજાઈ રહેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. વરસતા વરસાદમાં મતદારો મત આપવા માટે બુથ પર પહોંચ્યા છે. બનાસકાંઠાના દાંતા તાલુકાની 9 ગ્રામ પંચાયતોમાં મતદાન માટે મોટી સંખ્યામાં મતદારો પહોંચ્યા હતાં. સવારથી જ શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ થયું છે.

કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ મતદાન કર્યું

બનાસકાંઠાના અંબાજીમાં પણ વરસાદ વચ્ચે લોકો મતદાન કરવા પહોંચ્યા છે. મતદાન માટે મતદારોની લાઈનો લાગી છે. અંબાજીમાં 100 વર્ષની ઉંમરના વૃદ્ધ મહિલા પણ મતદાન કરવા પહોંચ્યા હતાં. લોકોએ ગામમાં રોડ, રસ્તા, ગટર જેવી સમસ્યાઓને ધ્યાને રાખીને મતદાન કર્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. અબાસણા ગામમાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ મતદાન કર્યું હતું. તેમણે લોકોને પણ મત આપવા અપીલ કરી હતી.

ભાજપના સાંસદ ભરતસિંહ ડાભી ડભોડાની મુલાકાતે પહોંચ્યા

આ ઉપરાંત મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાની 33 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ડભોડા ખાતે મતદાન કરવા મતદારોની લાઈનો લાગી છે. વરસતા વરસાદ વચ્ચે લોકો મત આપવા પહોંચ્યા છે. સાંસદ ભરતસિંહ ડાભી પણ ડભોડાની મુલાકાતે પહોંચ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, સમગ્ર તાલુકામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન યોજઈ રહયું છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!